“પતિ એ જ પરમેશ્વર” સિદ્ધાંતને સાથે રાખી પ્રસંગ ઉજવાયો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
- Advertisement -
તાલાળા તાલુકાના ભોજદે-ગિર નિવાસી સ્વ. શ્રી રવિભાઈ બાલકૃષ્ણ દવે (તલાટી મંત્રી, ધાવા-ગિર)ના સુપુત્ર ચિ.કુશલના યજ્ઞોપવિત સંસ્કાર વિક્રમ સવંત 2080ના ચૈત્ર વદ-5ને સોમવાર તા.29 મેના રોજ સ્વ.રવિભાઈનું સ્ટેચ્યુ રાખીને સંપન્ન કરવામાં આવેલ.
ચિ. કુશલના યજ્ઞોપવિત સંસ્કાર આઠમા વર્ષે કરવાના હતા પરંતુ વર્ષ 2020માં કોરોના (લોકડાઉન)ના કારણે મુલતવી રાખવામાં આવ્યા હતા, ત્યારબાદ 36 વર્ષની યુવા વસ્થામાં 2021માં શ્રી રવિભાઈનું અકાળે અવસાન થતાં, તેમના ધર્મપત્ની ગં.સ્વ. શ્રઘ્ધાબેન “પતિ એજ પરમેશ્ર્વર” સિદ્ધાંતને વળગી રહીને, પતિની છત્રછાયા ગુમાવ્યા પછી વિપરિત સંજોગોનો સામનો કરી હિંમત રાખીને રવિભાઈના વારસ એવા ચિ.કુશલનો સુપેરે ઉછેર કરી રહ્યા છે. શ્રઘ્ધાબેને આ યજ્ઞોપવિત સંસ્કાર પ્રસંગ ઉકેલી સમાજને આત્મવિશ્વાસ અને હિંમત રાખવાનું ઉદાહરણ પુરું પાડેલ છે. આવી કપરી પરિસ્થિતિમાં શ્રઘ્ધાબેનને તેમના પિતાશ્રી કૃષ્ણકાંત વૃજલાલ મહેતા, સાસરા શ્રી બાલકૃષ્ણ અમૃતલાલ દવે તેમજ સ્વ. રવિભાઈના બનેવી મેહુલભાઈ મહેતા તેમજ સ્નેહી સગાં અને મિત્રોનો સહકાર સાંપડી રહ્યો છે.



