” અરવલ્લી જિલ્લામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે આવેલ મેશ્વો ડેમ ની તળેટી માં આવેલ પ્રખ્યાત નાગધરા કુંડ અહીં આવતા યાત્રાળુ માટે પવિત્ર આસ્થા નું સ્થાન છે, અહીં પિતૃ તર્પણ માટે દિવસ દરમિયાન અસંખ્ય ભક્તો આવતા હોય છે ત્યારે અહીંયા છેલ્લા કેટલાક સમય થી આ નાગધરા કુંડ ની અંદર નું પાણી ખુબ જ દુર્ગંધ મારી ઉઠતા પિતૃતર્પણ માટે આવતા યાત્રિકોને ખુબજ હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે”.. આસપાસ માં કોઈ પણ જગ્યા એ સ્નાન ની વ્યવસ્થા ના હોવાના કારણે ન છૂટકે યાત્રિકોને આવા ખુબ જ ગંદા પાણી માં ડૂબકી લગાવી ને સ્નાન કરવું પડી રહ્યું છે, તેમજ તર્પણ વિધિ કરવી પડેછે ત્યારે તંત્ર દ્વારા આ પાણી બદલવામાં આવે અને ચોખ્ખું પાણી ભરવામાં આવે તેવું અહીં આવતા યાત્રિકો માંગ કરી રહ્યા છે….
જગદીશ સોલંકી અરવલ્લી.


