” નેટ નહી તો વોટ નહી.”
અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના છેવાડાના કુડોલ (પાલ )ગામે આગેવાનો દ્વારા વારંવાર અનેક રજૂઆતો કરી છતાં ઇન્ટરનેટની ફ્રિકવન્સી ન આવતાં અનેક ગામડાંના બાળકો ઓનલાઈન શિક્ષણ મા રહી ગયા હતા.ધોરણ 1થી 12 ના વિદ્યાર્થીઓનુ સૈથી વધુ નુકસાન થયું શિક્ષણ ઓનલાઈન હતુ ત્યારે કુડોલ વિસ્તાર નેટવર્ક વગર રહ્યુ બાળકોનું ભવિષ્ય બગડયું છે.આ વિસ્તારમાં પંચાયત. આરોગ્ય કેન્દ્ર. પોસ્ટ ઓફિસ. વગેરે આવેલ છે પરંતુ ઇન્ટરનેટ ની ફિક્વનસી ન આવતાં ખુબ મુશ્કેલ પડે છે .જેને લઇને ગામ લોકો દ્વારા ચુંટણી બહિષ્કાર કરવાનો સામુહિક ઠરાવ કર્યો હોવાનુ આધારભુત સુત્રો દ્વાર માહીતી મળી રહી છે.
- Advertisement -
જગદીશ સોલંકી અરવલ્લી.


