ગ્રામ્ય SOG એ ટ્રક સહિત 31.29 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.9
- Advertisement -
રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ દ્વારા લોકસભાની ચૂંટણી અંતર્ગત ગેરકાયદેસર માદક- પદાર્થની હેરાફેરી કે, વેચાણ કરતા શખ્સો ઉપર વોચ રાખવાની સૂચના અન્વયે એસપી જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પીઆઈ એફ.એ. પારગી, પીએસઆઇ ભાનુભાઇ મિયાત્રા સહિતનો સ્ટાફ શાપર વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન સ્ટાફને ખાનગી રાહે હકિકત મળેલ કે ભાયાવદરનો શખસ સલીમ બસીરભાઇ નારેજા પોતાની માલિકીના ટ્રક નં. જીજે -03- બી વાય -5272માં ગેરકાયદેસર રીતે માદક પદાર્થનો જથ્થો લાવી અને શાપર વેરાવળ નજીક આવેલ ખોડીયાર હોટલની સામે કારખાનામાં ટ્રકમાં ભરેલ માલ-સામાન ખાલી કરે છે.
ચોક્કસ બાતમી આધારે રેઇડ કરતા ઉપરોક્ત ટ્રકના કેબીનમાં ડ્રાઇવર સીટના પાછળના ભાગેથી ગેરકાયદેસર રીતે વસ્પતિજનન્ય ગાંજાના ઘટકોવાળો માદક પદાર્થનો જથ્થો મળી આવતા આરોપીની ધરપકડ કરી શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ.એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી પોલીસે 11 કિલો 940 ગ્રામ ગાંજો જેની કિંમત રૂ.1,19,400 થાય છે. એક મોબાઈલ ફોન અને ટ્રક મળી રૂ-31,29400નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.