જૂનાગઢ જવા વધારાની 25 બસો મૂકાઈ
ખાસ-ખબર સંવાદદાતા
શિવરાત્રિ મેળાને લઈને એસ.ટી. વિભાગને માત્ર ચાર જ દિવસમાં લાખોની આવક થવા પામી છે. શિવરાત્રિના મેળામાં લોકોને જવા માટે એકસ્ટ્રા બસો રાજકોટથી જૂનાગઢ સુધીની મૂકવામાં આવી છે. હજારોની સંખ્યામાં એસ.ટી. દ્વારા લોકો જૂનાગઢમાં શિવરાત્રિના મેળામાં પહોંચ્યા હતાં.શિવરાત્રિના મેળાને લઈને આમ તો એસ.ટી. વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં જુદા-જુદા શહેરોમાં ટોટલ 350 વધારાની એસ.ટી. બસ મૂકવામાં આવી છે, પરંતુ માત્ર જૂનાગઢ એસ.ટી. બસ સ્ટેન્ડથી ભવનાથ જવા માટે 50થી વધુ મિનિ બસ મૂકવામાં આવી છે અને રાજકોટથી જૂનાગઢ જવા માટે 25 વધારાની બસો મૂકવામાં આવી છે અને રાજકોટ ડેપોને છેલ્લાં ચાર દિવસ દરમિયાન 3 લાખની વધારાની આવક થવા પામી છે. તા. 25થી અત્યાર સુધીમાં પાંચ હજારથી વધુ લોકો ભવનાથ મેળામાં એસ.ટી. દ્વારા મેળામાં પહોંચ્યા છે.
આમ હજારોની સંખ્યામાં યાત્રિકોએ મુસાફરીનો લાભ લેતાં રાજકોટ એસ.ટી. તંત્રની આવકમાં વધારો થવા પામ્યો છે.


