ભાજપના નેતાએ એક ઉમેદવારનો વિદેશી ગર્લ સાથેના ડાન્સનો વીડિયો શેર કર્યો, કહ્યું-મને સાચો લાગ્યો એટલે ગ્રુપમાં નાખ્યો, અપક્ષ ઉમેદવારની પોલીસમાં અરજી.
ખાસખબર આ વીડિયોની કોઈ પુષ્ટિ નથી કરતું
- Advertisement -
ભાવનગર જિલ્લાના મહુવા નગરપાલિકાની ચૂંટણીને આડે માત્ર 4 દિવસ બાકી રહ્યા છે ત્યારે મહુવામાં રાજકીય ગરમાવો આવ્યો છે. નગરપાલિકાની ચૂંટણીમાં વિકાસ પેનલમાંથી છ નંબરના વોર્ડના ઉમેદવાર અશોક વાઢેરનો વીડિયો વાઇરલ થયો છે, વાઇરલ થયેલા વીડિયોમાં ઉમેદવાર વિદેશી ડાન્સર સાથે ડાન્સ કરતો જોવા મળે છે, જોકે વીડિયોની ખાસખબર પુષ્ટિ કરતું નથી.
સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયો બાબતે અપક્ષ ઉમેદવાર અશોક વાઢેરે પોલીસ સ્ટેશનમાં રજની ઠાકર વિરુદ્ધ વીડિયો-ક્લિપ મૂકી અભદ્ર લખાણ લખી સોશિયલ મીડિયામાં વાઇરલ કરી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું હોવાની અરજી દાખલ કરી છે.
આ અંગે ભાજપના મહુવા શહેર પ્રમુખ રજની ઠાકરે જણાવ્યું હતું કે મેં આ વીડિયો વાઇરલ કર્યો નથી. મારામાંથી કોઈ મોકલ્યો અને મને સાચો લાગ્યો, એટલે મેં ગ્રુપમાં મૂક્યો અને જેનું કારણ એ છે કે ગઈકાલે અમારા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનો પ્રોગ્રામ હતો અને વિશાળ રેલી નીકળી હતી, સભામાં ખાલી ખુરશીઓના ફોટા પાડી ભાજપને નબળું દેખાડવાનો પ્રયત્ન કર્યો હતો એનો જવાબ આપવા માટે બહુ જરૂરી હતું.
- Advertisement -
રજની ઠાકરે વધુમાં કહ્યું હતું કે મારી પ્રમુખ તરીકેની વિશેષ જવાબદારી થાય છે, એટલે મેં આ વીડિયો ગ્રુપમાં મૂક્યો છે અને આ વીડિયો કોઈએ મારામાં મોકલેલો છે તથા લખાણ પણ સાથે આવ્યું હતું. આ માણસ લાજવાને બદલે ગાજે છે. જે વીડિયો મેં જોયો એ સાચો છે. આવા ઉમેદવારો સાઇકલ લઈને નીકળ્યા હોય પછી જ્યારે શરમાવાનો વારો આવે ત્યારે પોલીસ ફરિયાદ કરવા જાય એ કેટલે અંશે વાજબી છે એ તો મહુવાની જનતા જ નક્કી કરશે અને મહુવાની જનતા જ એનો જવાબ આપશે.



