ખાસ-ખબર ન્યૂઝ ભાવનગર
ગતરોજ એલસીબીની ટીમ પાલીતાણા પંથકમાં પેટ્રોલીંગમા હોય એ દરમ્યાન ચોક્કસ માહિતી મળી હતી કે, પાલીતાણા શહેરના પ્રવેશદ્વાર પાસે આવેલ રેલ્વે ફાટક નજીક રાજસ્થળી તરફ જવાના રોડ પર એક શખ્સ બાઈક સાથે ઉભો છે અને આ બાઈક ચોરી અગર છળકપટથી લાવી ફેરવતો હોવાની શક્યતા છે આથી એલસીબીની ટીમ બાતમી વાળા સ્થળે પહોંચી બાઈક સાથે ઉભેલા શખ્સને અટકમાં લઈ નામ -સરનામું તથા બાઈકના ડોક્યુમેન્ટ તપાસ માટે માંગ્યા હતા,
- Advertisement -
જેમાં અટક કરેલ શખ્સે પોતાનું નામ કૌશિક અશ્વિન ભેડા ઉ.વ.28 રહે.રામકૃષ્ણ સોસાયટી ઘેટી રીંગ રોડ પાલીતાણા વાળો હોવાનું જણાવેલ અને બાઈક અંગે યોગ્ય દસ્તાવેજ કે સંતોષકારક જવાબ ન આપતા તેને પાલીતાણા સીટી પોલીસ સ્ટેશનમાં લાવી સઘન પુછતાછ કરતા તેણે કબૂલ્યું હતું કે, તેની પાસે રહેલ બાઈક નંબર GJ 04 AD 6528 થોડા દિવસ પહેલા પાલીતાણા શહેરમાં તળેટી વિસ્તારમાં આવેલ હોટલ ગિરીવિહારના પાર્કિંગ માથી ચોરી કરી હતી. ઉપરાંત અન્ય એક બાઈક નંબર GJ 05 BB 6045 નંબરનું બાઈક પથીકાશ્રમ પાલીતાણા માથી ચોરી કર્યું હોવાનું જણાવતા એલસીબીએ કુલ રૂ.14,000 ની કિંમતના બંને બાઈક કબ્જે કરી બે બાઈક ચોરીનો ભેદ ઉકેલી આરોપી-મુદ્દામાલ પાલીતાણા સીટી પોલીસને હવાલે કર્યો હતો.