પ્રિન્ટર સહિતના સાહિત્ય સાથે 1,97,700નો મુદામાલ જ કરાયો
ખાસ-ખબર સંવાદદાતા
ભાવનગર શહેરમાં જાલી નોટોનો કારોબાર કરતી ગેંગને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઝડપી લીધી હતી ભાવનગર શહેરમાંથી પ્રથમ વખત આટલો મોટો ઝાલી નોટોનો જથ્થો ઝડપાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ને મળેલી બાતમી ના આધારે ભાવનગર શહેરમાં આવેલ ગાયત્રી નગર શ્રી રામ સોસાયટીમાં દરોડો કરતા રૂપિયા.1,97,700 નકલી નોટો સહિતના મુદ્દામાલ મળી આવતા સ્થળ પરથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓએ પાંચ શખ્સોને દબોચી લીધા હતા યારે અન્ય શખ્સોની શોધખોળ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે હાથ ધરી છે આ બનાવ અંગે ભરત નગર પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જાલી નોટ કાંડમાં ઝડપાયેલા અને ફરાર આરોપીઓ અગાઉ પણ જાલી નોટ કાંડમાં ઝડપાયેલા હોવાનું ખુલવા પામ્યું હતું.
આ સમગ્ર ચકચાર મચાવનાર જાલી નોટ કાંડ ની વિગત એવા પ્રકારની છે કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓને મળેલી બાજરીના આધારે ભાવનગર શહેરના ઘોઘા રોડ ગાયત્રી નગર વિસ્તારમાં આવેલી શ્રીરામ સોસાયટીમાં દરોડો કરી તલાસી લેતા ભારતીય અર્થતંત્રને નુકશાન પહોંચાડવાના ઇરાદે પુર્વ આયોજીત રીતે કાવત્રુ રચી પોતાના સમાન ઇરાદો આર્થિક લાભ મેળવવા બનાવટી ચલણી નોટો ખરા તરીકે ઉપયોગ કરવાનો હેતુ પાર પાડવા ગેરકાયદેસર રીતે પિયા 2000 ના દરની બનાવટી ભારતીય ચલણી નોટો કલર પ્રિન્ટર ઝેરોક્ષ સ્કેનર વડે છાપી રૂપિયા 2000 ના દરની બનાવટી ચલણી નોટ નંગ-69 51 જેનું અંકિત બજાર મુલ્યે 1,39,02000 (અંકે પિયા એક કરોડ ઓગરણચાલીસ લાખ બે હજાર પુ) થવા જાય છે સાથે મળી આવી તથા બનાવટી નોટ છાપવા સાધન સામગ્રીનો ઉપયોગ કરી કબ્જામાં રાખી રોકડ રૂપિયા 17050 તથા કલર સ્કેનર પ્રીન્ટર ઝેરોક્ષ મશીન-1 ફુટ પટ્ટી-3 તથા મોબાઇલ ફોન-5, આધારકાર્ડ-4, ભાડાકરારની નકલ-1 વિગેરે મળી કુલ કિ..1,97,700 નો મુદ્દામાલ સાથે હિરેનભાઇ રમેશભાઇ, હાર્દિકભાઇ ભુપતભાઇ, પંકજ ભાઇ જીવાભાઇ, અયુબ ઉસ્માનભાઇ મેરાજ કુરશીભાઇ ની ધરપકડ કરી છે યારે સુરેશભાઇ મોહનભાઇ જાવેદ હાજીભાઇ સરમાળી મહંમદરફિક ઉસ્માનભાઇ કુરેશી આરોપીઓને ઝડપી લેવા માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એ જાળ બિછાવી દીધી છે તદ ઉપરાંત આ બનાવ અંગે ભરત નગર પોલીસમાં આઠ શખ્સો વિદ્ધ ઝાલી નોટ પ્રકરણમાં ગુન્હો નોંધવામાં આવ્યો છે.