ખાસ-ખબર સંવાદદાતા
પરષોત્તમ મહિનાની અગિયારશના પવિત્ર દિવસે આજે દામોદર કુંડ ખાતે ભાવિકોની ભીડ જોવા મળી હતી. જેમાં જૂનાગઢમાં પવિત્ર તીર્થધામ દામોદર કુંડ ખાતે પરષોત્તમ માસની અગિયારસને લઈને શ્રદ્ધાળુઓનું આગમન થયું હતું અને તીર્થ સ્નાન ખાતે પિતૃતર્પણ સાથે પીપળે પાણી રેડવામાં આવ્યું હતું અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી જયારે આસ્થાની નગરી અને નરસૈયાની ભક્તિનું પ્રતીક એવા જુનાગઢ શહેરમાં દામોદર તીર્થધામ ખાતે હજારો ભાવિકો ઉમટી પડયા હતાં.