1 મહિના પહેલાં સેશન્સ અદાલત દ્વારા આજીવન કેદની સજા આપવામાં આવી હતી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
તા. 25-4-2013ના રોજ કલ્પેશભાઈ વીરજીભાઈ કાકડીયા દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ કે તેઓ તા. 25-4-2013ના રોજ સવારે 12-30 વાગ્યે તેઓના ઘરેથી નીકળી મુરલીધર ડેલા પર આવેલ અને ધંધો ચાલુ કર્યો હતો. ત્યાર બાદ બપોરના આરામ કરવા ડેલામાં હતા ત્યારે 2-00 વાગ્યાની આસપાસ હાથમાં હથિયારો સાથે આવેલ જેમાં તલવાર હતી તે માણસ 35નો હતો તેમજ બે માણસો પાસે લાકડાના ધોકા તેમજ એકની પાસે પાઈપ હતો આ ચારેય વ્યક્તિઓએ કંઈ કહ્યા વગર ફરિયાદીને માર મારવા લાગેલ અને તલવારવાળા ભાઈએ ડાબા પગમાં તેમજ જમણા પગે ઢીંચણના નીચે નળાના ભાગે માર મારેલ તેમજ બીજા ઈસમોએ લાકડી અને પાઈપ વડે માર મારેલો હતો. આ વખતે આ લોકોની સાથે બીજા બે માણસો આવેલા. જેમાં તેઓએ જોયું કે ભાવેશ રઘુભાઈ કુગશીયા તથા ભરત રઘુભાઈ કુગશીયા હતા અને તેઓએ ઉપરોક્ત લોકોને મારો મારો કહેલું હતું. ત્યાર બાદ તેઓનું વિશેષ નિવેદન લેવામાં આવ્યું, જેમાં તેઓએ કહ્યું કે ભરતએ તલવાર માર મારેલ તથા ભાવેશએ લાકડાના ધોકા વડે માર મારેલો હતો. જે અનુસંધાને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન દ્વારા આઈ.પી.સી. કલમ 147, 148, 149, 324, 323, 447 તથા જી.પી. એક્ટની કલમ 135(1) મુજબનો ગુન્હો નોંધેલ ત્યાર બાદ સદરહુ ગુન્હા અનુસંધાને આઈ.પી.સી. કલમ 307નો ઉમેરો કરેલો હતો. જેમાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન દ્વારા જગદીશ દેવાયતભાઈ કુગશીયા, મહાવીરસિંહ ઉર્ફે લાલો ચંદુભા જાડેજા, જેન્તીભાઈ વાઘજીભાઈ જંજવાડીયા, ભરત રઘુભાઈ કુગશીયા, ભાવેશ રઘુભાઈ કુગશીયા, ધર્મેશ બકુલભાઈ જીંજુવાડીયા વિગેરેની ધરપકડ કરેલી હતી.
આ કેસમાં આરોપી વિરુદ્ધ કોઈ પ્રથમ દર્શનીય પુરાવો રજૂ કરી શકેલ નથી, આરોપીઓને સામે માર મારવાના હેતુનો પણ પુરાવો સાબિત થતો નથી, મહત્ત્વના સાહેદોને ફરિયાદ પક્ષે તપાસેલ નથી, અને કાયદાકીય મુદ્દાઓની દલીલો કરવામાં આવેલ હતી અને ઉચ્ચ અદાલતના ચૂકાદાઓ રજૂ રાખવામાં આવ્યા હતા. ઉપરોક્ત બચાવ પક્ષની દલીલો, અને કાયદાકીય આધારો અને સેશન્સ અદાલતમાં રજૂ થયેલ પુરાવાઓ અને જુબાનીઓ ધ્યાને લઈ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા આરોપી ભાવેશ રઘુભાઈ કુગશીયાને રૂા. 10,000ના અપીલ ચાલતા દરમિયાન જામીન ઉપર મુક્ત કર્યા છે. આ કામમાં નામદાર ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ વિરાટભાઈ પોપટ તથા રાજકોટના પ્રખર ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયા, મીલન જોષી, જયવીર બારૈયા, ખોડુભા સાકરીયા, દિપ પી. વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી, સાગરસિંહ પરમાર રોકાયેલા હતા.