વડાપ્રધાન મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. આજે તેમના પ્રવાસને બીજો દિવસ થયો છે. ત્યારે તેઓએ આજે ભરૂચમાં 8200 કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે.
Gujarat | Prime Minister Narendra Modi inaugurates various schemes worth over Rs 8000 crores in Bharuch pic.twitter.com/pxG3KyzrQc
- Advertisement -
— ANI (@ANI) October 10, 2022
વડાપ્રધાન મોદી આજે રાજ્યના 4 જિલ્લાની મુલાકાતે છે. ત્યારે વડાપ્રધાને આજે ભરૂચવાસીઓ દિવાળી પૂર્વે મોટી ભેટ આપી છે. વડાપ્રધાન મોદીએ આજે ભરૂચના આમોદમાં રૂ. 8200 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે.
- Advertisement -
#WATCH | PM Narendra Modi recalls how Samajwadi Party supremo Mulayam Singh Yadav in his speech in Parliament in 2019 wished to see him back as Prime Minister after the 2019 Lok Sabha polls pic.twitter.com/NbaI2tREgI
— ANI (@ANI) October 10, 2022
આ દરમ્યાન વડાપ્રધાન મોદીએ ભરૂચવાસીઓને સંબોધન કરતા કહ્યું કે, ‘સાથીઓ આજે સવારે હું જ્યારે અહીં આવી રહ્યો હતો, ત્યારે મને એક દુખદ સમાચાર મળ્યા કે આજે મુલાયમ સિંહ યાદવનું નિધન થયું છે. અમે જ્યારે બંન્ને મુખ્યમંત્રી તરીકે મળતા ત્યારે પોતીકાપણાનો ભાવ હતો. મુલાયમ સિંહજીએ સંસદમાં ઉભા થઈને જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી સૌને સાથે લઈને ચાલે છે એટલે મને વિશ્વાસ છે કે તેઓ બીજી વખત પ્રધાનમંત્રી બનશે. મા નર્મદાના તટથી હું મુલાયમ સિંહ યાદવને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.’
I am happy to announce that now along with industrial development, Bharuch will also be home to an international airport. This airport will play an important role in increasing exports from Gujarat: PM Modi in Bharuch pic.twitter.com/ESfyq29OVU
— ANI (@ANI) October 10, 2022
વધુમાં ભરૂચના વિકાસની વાત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘ભરૂચની ભાગીદારી, એક જમાનો હતો આપણું ભરૂચ ખાલી ખારી સિંગના કારણે ઓળખાતું હતું, આજે ઉદ્યોગ-ધંધા-બંદરો જેવી કેટલીય બાબતોમાં જયજયકાર થઈ રહ્યો છે. ભરૂચ જિલ્લામાં આખા દેશના માણસો જોવા મળે છે, ભરૂચ હવે કોસ્મોપોલિટન બન્યું છે. એક રાજ્યમાં જેટલા ઉદ્યોગો હોય એના કરતા વધુ ઉદ્યોગો આપણા એક ભરૂચ જિલ્લામાં છે. વિકાસ કરવો હોય તો બરાબર વાતાવરણ જોઈએ, રુકાવટો વાળું વાતાવરણ ન ચાલે, વિકાસ માટે નીતિ અને નિયત બંન્ને હોવું જોઈએ.’
I am happy to announce that now along with industrial development, Bharuch will also be home to an international airport. This airport will play an important role in increasing exports from Gujarat: PM Modi in Bharuch pic.twitter.com/ESfyq29OVU
— ANI (@ANI) October 10, 2022
વડાપ્રધાન મોદીએ આજે ભરૂચના આમોદમાં સંબોધન કરતા વોકલ ફોર લોકલ પર ભાર આપતા કહ્યું કે, ‘હું જ્યારે આજે ભરૂચ આવ્યો છું ત્યારે તમને યાદ કરાવું કે હું તો કાયમ કહું છે કે આ દેશને આપણે એકદમ ઝડપી આગળ લઇ જવો હોય તો દરેક નાગરિક પણ બહું મોટું કામ કરી શકે. સામાન્ય નાગરિક પણ દેશને આજે આગળ વધારી શકે. તમને એમ થાય કે અહીં પોતાના માટે જ જે વલખાં મારતો હોય એ કેવી રીતે કરે. અરે તમે વોકલ ફોર લૉકલનો મંત્ર પકડી લો, કોઇ વિદેશી ચીજથી હું દૂર રહીશ, આ દિવાળી આવે છે, એવાં એવાં બજારમાં ફટાકડા આવશે કે બે મિનિટ આકાશમાં ઝબકારો કરી જાય, પણ આપણને ખબર ના હોય કે કેટલાંય ગરીબોની મહેનતને પાણી ફેરવી નાખતા હોય છે. ભલે આપણે ભારતમાં બનેલા ફટાકડા લઇએ, કદાચ અજવાળું ઓછું કરે, કદાચ ચમકારો ઓછો કરે, અવાજ ઓછો કરે પરંતુ ભાઇઓ એ અવાજ ઓછો કરશે, ચમકારો ઓછો કરશે પણ એ મારા દેશના, મારા રાજ્યના ગરીબોના ઘરમાં ચમકારો આવશે. બે મિનિટ આકાશમાં ચમકારો આવે કે ના આવે પણ એના 12 મહિના એની જીંદગીમાં ચમકારો આવશે. આપણે શા માટે આપણા દેશનું ના લઇએ. અહીંનું એક કારખાનું 700 કરોડ રૂપિયા બચાવી શકતું હોય, મારા ભરૂચના નાગરિકો નક્કી કરે ને તો એ પણ આટલાં રૂપિયા બચાવીને મારા દેશનું હૂંડિયામણ જતું રોકી શકે એટલી તાકાત પડી છે આપણી પાસે.’