RCBએ 7 વિકેટથી દિલ્હીને હરાવ્યું: મેક્સવેલ અને ભરતની અણનમ 111 રનની પાર્ટનરશિપ
ખાસ-ખબર સંવાદદાતા
IPL 2021 પોતાના અંતિમ પડાવ પર આવી ગઈ છે. આજે લીગની અંતિમ 2 મેચ સાંજે એકસાથે 7:30 વાગ્યે રમાઈ હતી. તેવામાં ઉઈ અને છઈઇ વચ્ચે રમાયેલી મેચને વિરાટ કોહલી એન્ડ ટીમે 7 વિકેટથી જીતી લીધી હતી. કોહલીએ ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારપછી દિલ્હીએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને 164 રન કર્યા હતા. જેના જવાબમાં RCBના બેટર શ્રીકર ભરતે છેલ્લા બોલ પર સિક્સ મારી RCB ટીમને 7 વિકેટથી મેચ જીતાડી દીધી હતી.
- Advertisement -
લક્ષ્યનો પીછો કરતા RCBની શરૂઆત ખરાબ રહી હતી. પહેલી ઓવરના 5મા બોલ પર દેવદત્ત પડિકલ ‘ગોલ્ડન ડક’ આઉટ થયા બાદ પેવેલિયન પરત ફર્યો હતો.
ત્રીજી ઓવરના પહેલા બોલ પર ટીમે કેપ્ટન કોહલી (4)ની વિકેટ ગુમાવી હતી. એનરિક નોત્ર્યાએ આ બંને ઓપનરને પેવેલિયન ભેગા કર્યા હતા. પાવરપ્લે સુધી છઈઇનો સ્કોર 29/2 હતો. ત્રીજી વિકેટ માટે શ્રીકર ભરત અને એબી ડિવિલિયર્સે 45 બોલમાં 49 રન કર્યા હતા. શ્રીકર ભરતે (78* રન) અને ગ્લેન મેક્સવેલે (51*) આક્રમક બેટિંગ કરી ટીમને મેચ જીતાડી હતી. શ્રીકર ભરતે છેલ્લા બોલ પર સિક્સ મારી ટીમને મેચ જીતાડી હતી.