દેબીના બેનર્જી અને ગુરમીત ચૌધરીના જીવનનો આ સૌથી ખાસ દિવસ છે, કારણ કે તેઓ જીવનની નવી સફર તરફ આગળ વધી રહ્યા છે.
ગુરમીત અને દેબીના પહેલી વાર માતા-પિતા બન્યા છે ઉલ્લેખનીય છે કે ભારતી સિંહ અને હર્ષ લીમ્બાચીયા પણ આ જ દિવસે એટલે કે 3-4-2022ના પહેલી વાર માતા-પિતા બન્યા છે, ભારતી અને હર્ષ પણ પ્રથમ વખત માતા પિતા બનીને આ ખુશી માણી રહ્યા છે. ભરતી સિંહ અને હર્ષ લીંબાચિયાને ત્યાં પુત્રનો જન્મ થયો છે. ગુરમીત અને દેબીના 3જી એપ્રિલના એક બાળકીના માતા-પિતા બન્યા હતા. તેઓએ કેટલાક દિવસો પહેલા પ્રેગ્નન્સીના સમાચાર શેર કર્યા હતા જેમાં દેબીના તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી હતી. રામાયણ અભિનેત્રીએ તાજેતરમાં તેના પરંપરાગત બેબી શાવરની મંત્રમુગ્ધ કરતી તસવીરો શેર કરી હતી. આ દંપતી એ એક સુંદર વિડિઓ સાથે તેમની પુત્રીના જન્મની જાહેરાત કરી છે.

- Advertisement -
https://www.instagram.com/p/Cb6s3zypaM-/
દંપતી દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટમાં, ગુરમીત અને દેબીના તેમના નવજાત શિશુની પહેલી ઝલક જાહેર કરતા જોવા મળી રહ્યા છે. આ કપલ તેમના હાથ બતાવી તેમની નવજાત બાળકીનો નાનો હાથ બતાવે છે. ગુરમીતે કેપ્શનમાં શેર કર્યું, “અત્યંત કૃતજ્ઞતા સાથે અમે અમારી “બેબી ગર્લ” નું આ દુનિયામાં સ્વાગત કરીએ છીએ. 3.4.2022 તમારા બધાના પ્રેમ અને આશીર્વાદ બદલ આભાર. પ્રેમ અને આભાર, ગુરમીત અને દેબીના.”
આ પણ વાંચો:
https://khaskhabarrajkot.com/2022/04/04/comedian-bharti-singhs-cradle-built-at-home-husband-harsh-limbachia-shared-good-news/



