તાલાલા પંથકમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો કિસાન મહાસંમેલન માં ભાગ લેવા ગાંધીનગર જશે
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
- Advertisement -
ગુજરાતના કિસાનો અનેક પ્રશ્નો તથા સમસ્યાઓ થી પિડાઈ રહ્યા છે.ભારતિય કિસાન સંઘ દ્વારા રાજ્યના કિસાનોના વિકાસ સામે અવરોધરૂપ સમસ્યાઓનું સુખરૂપ નિવારણ લાવવા અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે પરંતુ સરકાર પરીણામલક્ષી કાર્યવાહી કરવા આળશ રાખી કિસાનોને હળાહળ અન્યાય કરી રહી છે.
સરકારના કિસાનો વિરોધી નિતી નો પ્રતિકાર કરી કિસાનોને ન્યાય અપાવવાની માંગણી સાથે ગાંધીનગર ખાતે સેક્ટર-17 માં વિધાનસભાની સામે સરદાર પટેલ નાં સાનિધ્યમાં તા.12/01/2026 સોમવારે સવારે 9:00 કલાકે ભારતીય કિસાન સંઘ દ્વારા કિસાનોની સમસ્યા ને લઈ શક્તિ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાશે.આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી વિશાળ સંખ્યામાં કિસાનો ભાગ લેશે જેમાં તાલાલા પંથકમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો સામેલ થશે.ભારતિય કિસાન સંઘના મુખ્ય પદાધીકારીઓ ભરતભાઈ સોજીત્રા,પ્રવિણભાઈ છોડવડીયા,રાજેશભાઈ પાનેલીયા તાલાલા તાલુકાનાં ગામડાઓમાં પ્રવાસ કરી ગાંધીનગર સંમેલન ની વિગતોથી ખેડૂતોને અવગત કરી આ સંમેલનમાં વધુમાં વધુ ખેડૂતો જોડાઈ માટે ખેડૂતોનું સમર્થન મેળવી રહ્યા છે.
ગાંધીનગર સંમેલનમાં તાલાલા તથા ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોની રોજીંદી પ્રક્રિયા અને વિકાસ માટે અવરોધરૂપ કિસાનોના પ્રાણપ્રશ્નો અંગે કિસાન સંઘના પ્રદેશ અગ્રણીઓને આવેદનપત્ર આપી સરકાર ઘટતું કરાવવા માંગણી પણ કરવામાં આવશે…આ આવેદનપત્રમાં 0 થી 1 કિલોમીટર માં સ્થાનિક ખેડૂતોને હોમ સ્ટેની મંજૂરી આપવી કારણ કે વધુ પડતું નુકસાન વન્યપ્રાણીઓ દ્રારા 0 થી 1 કિલોમીટરના ખેડૂતોને થાય છે. ફોરેસ્ટ ની હદ જુની હદથી ગણવી જુનાગઢ,અમરેલી,ગીર સોમનાથ જિલ્લામાં લાગેલ ઈકો ઝોન સંપૂર્ણ નાબૂદ કરવો તાલાલા પંથકના સેટલમેન્ટ ગામોનો રેવન્યુ માં સમાવેશ કરવો સરકારી જાહેરાત મુજબ ધીરાણની મર્યાદા વધારીને પાંચ લાખ કરવી તાલાલા તાલુકાનાં બામણાસા ગીરથી જામવાળા રોડ પહોળો કરવો તાર ફેન્સિંગની સબસીડીમાં વધારો કરવો તથા સિમેન્ટની ફેન્સિંગ કરવાની છુટ આપવી સાસણગીર થી સતાધાર તથા જામવાળા થી દલખાણીયા સહિતના જંગલ વિસ્તારમાંથી પસાર થતા રસ્તાઓનો કાયમી હક આર એન્ડ બી ને આપવો જેથી કરીને વારંવાર માર્ગ રીપેરીંગ કરવા માટે વન વિભાગની મંજૂરી લેવી પડે નહીં 0 થી 5 કિલોમીટરમાં આવતા સ્થાનિક ખેડૂતોને બીનખેતીની એન.ઓ.સી.માટે જુનું બાંધકામ યથાવત ગણી અને મળવાપાત્ર બાંધકામ માં ગણવું વિગેરે તાલાલા પંથકના કિસાનોના 15 પ્રાણપ્રશ્નો નો સમાવેશ કરવામાં આવ્યો છે.



