અમેરિકામાં ભારતીય મૂળના બિઝનેસ લીડર અજય બાંગાની પાંચ વર્ષ સુધી વર્લ્ડ બેન્કના પ્રેસિડન્ટ તરીકે નિયુક્તી કરાઈ છે.
અમેરિકામાં ભારતીય મૂળના વધુ એક નેતાએ દુનિયામાં પરચમ લહેરાવ્યો છે. વર્લ્ડ બેન્કના 25 સભ્યોવાળા કાર્યકારી બોર્ડે બુધવારે અજય બાંગાની પાંચ વર્ષ તરીકે પ્રેસિડન્ટ તરીકે નિયુક્તીને મંજૂરી આપી દીધી છે. તેઓ 2 જુનના દિવસે હોદ્દો સંભાળશે. 23 ફેબ્રુઆરી 2023ના દિવસે વર્લ્ડ બેન્કના પ્રેસિડન્ટ તરીકે અજય બાંગાની નિયુક્તીની જાહેરાત કરાઈ હતી જેના લગભગ 3 મહિના બાદ આજે બાંગાએ વર્લ્ડ બેન્કના પ્રેસિડન્ટનો હોદ્દો સંભાળી લીધો છે.
- Advertisement -
જો બાયડને બાંગાના નામને આપી હતી મંજૂરી
23 ફેબ્રુઆરી 2023ના દિવસે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડને તેમના નામ પર મંજૂરીની મહોર મારી હતી. વ્હાઈટ હાઉસે આ વાતની જાણકારી આપી હતી.
Indian American businessman Ajay Banga becomes the next World Bank president.
- Advertisement -
(File photo) pic.twitter.com/BLKbfwHvew
— ANI (@ANI) May 3, 2023
કોણ છે અજય બાંગા?
અજય બાંગા માસ્ટરકાર્ડના પૂર્વ સીઈઓ અને અમેરિકામાં ભારતીય મૂળના બિઝનેસ લીડર છે. તેઓ પ્રધાનમંત્રી મોદી સાથે પણ નજીકનો ઘરોબો ધરાવે છે. 63 વર્ષીય બાંગા ભારતીય-અમેરિકન છે અને હાલમાં ઇક્વિટી ફર્મ જનરલ એટલાન્ટિકમાં વાઇસ ચેરમેન તરીકે ફરજ બજાવે છે. તેઓ નેધરલેન્ડ્સ સ્થિત ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ કંપની એક્સોરના ચેરમેન પણ છે. બાંગા યુએસ-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (યુએસઆઇબીસી)ના ભૂતપૂર્વ પ્રમુખ છે, જે ભારતમાં રોકાણ કરતી સૌથી મોટી આંતરરાષ્ટ્રીય કંપનીઓમાંની 300થી વધુ કંપનીઓનું પ્રતિનિધિત્વ કરે છે.બાંગાનો જન્મ 10 નવેમ્બર, 1959ના રોજ પુણેના ખડકી કેન્ટોનમેન્ટમાં એક શીખ પરિવારમાં થયો હતો. તેમનો પરિવાર મૂળ પંજાબના જલંધરનો રહેવાસી છે. તેમના પિતા હરભજન સિંહ બાંગા રિટાયર્ડ લેફ્ટિનેન્ટ જનરલ છે. જેમણે ભારતીય સેનામાં ફરજ બજાવી હતી. બાંગાને 2016માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.