G-20 સમિટની યજમાની માટે દિલ્હીને નવી નવેલી દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે. કાર્યક્રમ માટે ભારત મંડપને શણગારવામાં આવી રહ્યો છે. આ મેગા ઈવેન્ટ દરમિયાન વિદેશી મહેમાનોને પણ ભારત મંડપમમાં ભારતીય વૈદિક કાળથી લઈને ભારતના બંધારણ સુધીની પ્રક્રિયા અને તેની વિશેષતા વિશે જણાવવામાં આવશે. આ સાથે દેશના પ્રાચીન ઈતિહાસની સાથે ડિજિટલ વિશ્વની ઝલક પણ અહીં રજૂ કરવામાં આવશે. જી-20 સમિટ 9 અને 10 સપ્ટેમ્બરે દિલ્હીમાં યોજાવાની છે.
#WATCH | Delhi | Pragati Maidan all decked up to welcome the delegates for the G20 Summit that will be held on September 9-10. pic.twitter.com/d0btGL2XCB
- Advertisement -
— ANI (@ANI) September 4, 2023
આ સ્ક્રીન પર વૈદિક કાળની સાથે સાથે સમ્રાટ અશોક, ફા-હિયાન, મેગાસ્થિનીસના કથનો અને ઉત્તરામેરુર, કૃષ્ણદેવ રાય, ક્ષત્રપતિ શિવાજીના મંદિર પર 10મી સદીની લોકશાહીની વાર્તા, બંધારણ બનાવવાની પ્રક્રિયા દર્શાવવામાં આવશે. ભારત અને તેની વિશેષતાનો ઉલ્લેખ સાથે તેમાં સિંધુ ખીણની સંસ્કૃતિનું વર્ણન પણ સામેલ કરવામાં આવ્યું છે.
- Advertisement -
આ દ્વારા ભારતીય લોકશાહીની પરંપરાની ગાથા બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ સાથે ભારત મંડપમ ખાતે 4.5 મિનિટની મૂવી ઈન્ડિયા ઓન ધ મૂન પણ દર્શાવવામાં આવશે.