-2024માં રાહુલ વડાપ્રધાન બનશે: પવન ખેડાનો મોટો દાવો
કાશ્મીરથી ક્ધયાકુમારીની ભારત જોડો યાત્રાએ રહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની યાત્રા આજે દિલ્હી પહોંચી હતી અને તેમાં સેંકડોની સંખ્યામાં લોકો જોડાયા હતા. સોનિયા ગાંધી તથા પ્રિયંકા ગાંધી પણ તેમાં સામેલ થયા હતા.
- Advertisement -
#WATCH | Congress MP Rahul Gandhi along with party leaders & workers marches ahead in 'Bharat Jodo Yatra' in Delhi. pic.twitter.com/tTUR89B0kE
— ANI (@ANI) December 24, 2022
- Advertisement -
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા આજે સવારે હરિયાણાના ફરીદાબાદમાંથી દિલ્હી પહોચી હતી. સવારે 6 વાગ્યે બદરપુર બોર્ડર પરથી યાત્રા આગળ વધી હતી. રાહુલ ગાંધીએ ભાજપ અને આરએસએસ પર નિશાન સાધતા તેમ કહ્યું કે કેટલાક લોકો માત્ર નફરત જ ફેલાવે છે. પરંતુ દેશનો સામાન્ય નાગરિક માત્ર પ્રેમની વાત કરે છે. ભારત જોડો યાત્રામાં દરેક રાજ્યોમાં લાખો લોકો સામેલ થયા હતા. મેં ભાજપ તથા આરએસએસના લોકોને કહ્યું છે કે અમે તમારી નફરતની બજારમાં પ્યારની દુકાન ખોલવા આવ્યા છીએ.
#WATCH | Congress's Bharat Jodo Yatra enters national capital Delhi.
(Source: AICC) pic.twitter.com/KH2eyPjTxD
— ANI (@ANI) December 24, 2022
રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપની નીતિ ભય સર્જવાની છે અને નફરતની છે છતા કોંગ્રેસ પ્રેમથી જીતશે. નફરત-ભયની રાજનીતિને લોકો સહન નહીં કરે અને કોંગ્રેસ તેમાં ભાજપને આગળ પણ વધવા નહીં દે. ભાજપ નફરત ફેલાવે છે, કોંગ્રેસ પ્યાર આગળ ધરે છે. કોંગ્રેસ તમામ ભારતીયોને ગળે લગાવે છે. અમારી જેમ દરેકભારતીયએ દેશમાં પ્યાર ફેલાવવાની એક નાની દુકાન ખોલવી જોઇએ.
Some people are spreading hatred but common man of the country is now talking about love. In every state lakhs have joined the yatra. I've said to people of RSS-BJP that we're here to open the shop of love in your 'bazar' of hatred: Rahul Gandhi as Bharat Jodo Yatra enters Delhi pic.twitter.com/akodsWbjRj
— ANI (@ANI) December 24, 2022
દિલ્હીમાં પ્રવેશ સાથે જ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં હજારોની સંખ્યામાં ભીડ એકત્રિત થઇ હતી. અને લોકોએ પ્રચંડ પ્રતિસાદ આપ્યો હતો. 1.40 કલાકમાં રાહુલ ગાંધી 8 કિલોમીટર ચાલ્યા હતા. સોનિયા ગાંધી તથા પ્રિયંકા ગાંધી પણ જોડાયા હતા.
દરમિયાન દિલ્હીમાં ભારત જોડો યાત્રાના પ્રવેશ સાથે કોંગ્રેસના સિનિયર નેતા પવન ખેડાએ એક મોટુ નિવેદન આપ્યું હતું અને તેમ કહ્યું કે 2024માં રાહુલ ગાંધી દેશના વડાપ્રધાન બનશે ભલે અત્યારે 2024 વિશે કંઇ કહી ન શકાય પરંતુ લોકોનો જે પ્રેમ છે તે રાહુલ ગાંધીને 2024માં વડાપ્રધાન બનાવશે.