સરદારના વંશજને પોતાની સાથે ન જોડે, હવે આ શબ્દો વાપર્યા તો પાટીદારો રસ્તા પર ઉતરી જવાબ આપશે
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત પ્રદેશ અઅઙના પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાના વિરુદ્ધમાં અપમાનજનક શબ્દપ્રયોગ કર્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.
- Advertisement -
આ વીડિયોમાં ગોપાલ ઈટાલિયાએ જે શબ્દપ્રયોગ કર્યો એનો જવાબ ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાએ આપ્યો છે, આથી પાટીદાર સામે પાટીદાર નેતા મેદાને પડ્યા છે. બોઘરાએ ગોપાલ ઈટાલિયાને જવાબ આપતાં જણાવ્યું છે કે સરદારના વંશજને પોતાની સાથે ન જોડે, હવે આવો શબ્દપ્રયોગ થશે તો પાટીદારો રસ્તા પર ઊતરી જવાબ આપશે. બોઘરાએ જણાવ્યું છે કે દેશના સન્માનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનાં માતૃશ્રી એટલે હીરાબા, જેમની ઉંમર પણ 100 વર્ષ કરતાં વધારે છે. તેઓ રાજનીતિમાં ક્યાંય જોડાયેલાં નથી, પરંતુ જે રીતે કેજરીવાલની ટોળી અને ગોપાલ ઈટાલિયાએ જે શબ્દપ્રયોગ કર્યો છે એ ગુજરાતના સંસ્કારો નથી. ગુજરાતની કોઈ જ્ઞાતિના લોકો તેમના દુશ્મન નથી. કોઈપણની માતા સાથે આ પ્રકારના શબ્દપ્રયોગ કોઈ કરી ન શકે.
હિન કક્ષાની રાજનીતિ માટે આવો શબ્દપ્રયોગ કર્યો
ડૉ. ભરત બોઘરાએ વધુમાં જણાવ્યું હતં કે હું ગોપાલ ઈટાલિયાને ચેતવણી આપું છું કે તેમની હિન્ન કક્ષાની રાજનીતિ માટે તે આ પ્રકારના શબ્દપ્રયોગ કરીને સરદાર સાહેબના વંશજ એટલે પાટીદાર સમાજ સાથે ક્યારેય ન જોડે. આ પાટીદાર સમાજના સંસ્કારો નથી. પાટીદાર સમાજનો યુવાવર્ગ, પાટીદાર સમાજના વડીલો અને માતા-બહેનો આ વાતથી નારાજ છે, દુ:ખી છે તેમજ ગોપાલ ઈટાલિયાની વાતનો સખત વિરોધ કરે છે. આવો કોઈપણ પ્રકારના શબ્દપ્રયોગ ગોપાલ ઈટાલિયા કરવાની હિંમત કરશે તો આ પાટીદાર સમાજ રોડ પર ઊતરીને તેમના વિરોધનો જવાબ આપશે. પાટીદાર સમાજ આ અંગે ક્યારેય સહમત ન હોઈ શકે. ઈટાલિયા પોતાની પાટીદાર સમાજ સાથે ક્યારેય ન જોડે.
ગોપાલ ઇટાલિયાનો વધુ એક વિડીયો વાયરલ
- Advertisement -
PM મોદી અને હીરાબાને કહ્યાં ‘નાટકબાજ’
ખાસ-ખબર સંવાદદાતા
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાનો વધુ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વાયરલ વિડીયોમાં તેઓ પીએમ મોદી વિશે ફરી એક વખત અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા જોવા મળે છે તો સાથે તેમણે પીએમ મોદીનાં માતા હીરાબા વિશે પણ અશોભનીય ભાષા વાપરી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં ગોપાલ ઇટાલિયા ફરી એક વખત પીએમ મોદી વિશે ‘નીચ માણસ’ જેવા શબ્દો વાપર્યા છે તો તેમનાં માતા હીરાબાને નાટક કરનારાં ગણાવ્યાં હતાં. વાયરલ વિડીયોમાં ગોપાલ ઇટાલિયા કહેતા સંભળાય છે કે, આ નીચ નરેન્દ્ર મોદીની સભાનો ખર્ચ કેમ નથી માંગતા? આ નીચ પ્રકારનો માણસ, એનો ખર્ચ માંગો. ત્યારબાદ હીરાબાને લઈને કહે છે કે, હીરાબા આવીને નાટકો કરે પાછાં. આપણને બોલતાં પણ શરમ આવે આટલી મોટી ઉંમરના વ્યક્તિ વિશે, પણ એ લોકો નથી શરમાતા. આગળ ગોપાલ ઇટાલિયા કહે છે કે, 70 વર્ષનો મોદી થવા આવ્યો, હીરાબા સોએ પહોંચવા આવ્યાં, છતાં એકેય નાટકો બંધ કરતાં નથી. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આ વિડીયો શેર કરીને માતૃશક્તિનું અપમાન ગણાવ્યું હતું.