ખનીજ રેઇડમાં સાત શખ્સો કુલ 48.81ના મુદ્દામાલ સાથે પકડાયા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.18
- Advertisement -
વિસાદર તાલુકાના ભલગામની સીમમાં ગેરકાયદેસર રીતે ખનન કરી મોરમની ચોરી થતી હોવાની એલસીબી અને એસઓજીએ બાતમી મી હતી. બાદમાં ખાણ ખનીજ વિભાગની ટીમને સાથે રાખી દરોડો પાડયો હતો. સ્થળ પર 23 ઢગલા જોવા મળ્યા હતા. ખાણ ખનીજ વિભાગના સર્વેયરની ટીમ દ્વારા માપણી કરવામાં આવતા 13,923 મેટ્રીક ટન મોરમ બિનઅધિકૃત રીતે સંગ્રહ થયાનું સામે આવ્યુ હતુ.
આ ખનીજ ચોરી બદલ 20.88 લાખ તેમજ પર્યાવરણ નુકસાનના 8.56 લાખનો દંડ કરવામાં આવ્યો હતો. સ્થળ પરથી 48.81 લાખથી વધુના વાહનનો કબ્જે કરવામાં આવ્યા હતા. આ અંગે ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેકટર ભવદિપ ડોડીયાએ હાજર નહી મળી આવેલા હાથી બાવકુ બસીયા, ભવદિપ હાથી બસીયા, ખોડુબાવકુ બસીયા, ટ્રેકટર ડ્રાઇવર ભનુ મોહન, મુકેશ નાનજી, કુમાર હીરજી, પ્રવિણ રવજી અને સમીર રમે સામે ફરિયાદ નોંધાવી હતી. હાથી બાવકુ સિવાયના સાત શખ્સો પકડાઇ ગયા હતા વિસાવદર પોલીસે આ શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે. આ મામલે એલસીબીના પીએસઆઇએ વધુ તપાસ હાથ ધરી છે.