ગંદકી ફેલાવનારા 22 વેપારીઓને દંડ ફાટકારતી મનપાની ટીમ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.22
આજરોજ ભકિતનગર પોલીસ તથા આરએમસી અધિકારીઓ દ્વારા પાનના ગલ્લા, ઠંડાપીણાની દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ તથા અધિક પોલીસ કમિશનર વિધી ચૌધરી ઉપરાંત નાયબ પોલીસ કમિશનર ઝોન-1 સજનસિંહ પરમાર તથા મદદનીશ પોલીસ કમિશનર બી. વી. જાધવ વગેરેની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ આજરોજ ભકિતનગર પોલીસ સ્ટેશન તથા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા અલગ-અલગ ત્રણ ટીમો બનાવી વોર્ડ નં.14, 16, 17 એમ ત્રણેય વોર્ડના ગુંદાવાડી, કેનાલ રોડ, 80 ફુટ રોડ, અટીકા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર, કોઠારીયા મેઇન રોડ ઉપરના વિસ્તારોમાં જયાં ગંદકી થતી હોય અને સીંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ કરતા હોય તેવા વિસ્તારોમાં ફુટ પેટ્રોલીંગ કરી
- Advertisement -
પાનના ગલ્લા, ઠંડા-પીણાની દુકાનો, ચાની હોટલો જયાં ગંદકી, કચરો કે પ્લાસ્ટીકની કોથળીઓ હોય તેવી જગ્યાઓએ અધિકારીઓને સાથે રાખી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા 21 વેપારીઓને ગંદકી બાબતે નોટીસ આપવામાં આવી હતી તેમજ 7 કિ.ગ્રા. પ્રતિબંધીત પ્લાસ્ટીકનો નાશ કરવામાં આવ્યો તેમજ 22 વેપારીઓને રૂા. 10,700/-નો વહીવટી ચાર્જ (દંડ) વસુલ કરવામાં આવ્યો હતો.