રાજસ્થાનમાં ભાજપને પ્રચંડ જીત મળ્યા બાદ હવે આજે મુખ્યમંત્રી તરીકે ભજનલાલ શર્માએ શપથગ્રહણ કર્યા, નાયબ મુખ્યમંત્રી તરીકે દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાને શપથ લીધા
આપણાં પાડોશી રાજ્ય રાજસ્થાનમાં ભાજપને પ્રચંડ જીત મળ્યા બાદ હવે આજે મુખ્યમંત્રી તરીકે ભજનલાલ શર્માએ શપથગ્રહણ કર્યા છે. રાજ્યપાલ કલરાજ મિશ્રાએ આજે મુખ્યમંત્રી તરીકે ભજનલાલ શર્મા અને બે નાયબ મુખ્યમંત્રી તરીકે દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાને શપથ લેવડાવ્યા હતા.
- Advertisement -
આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અનેક રાજ્યોના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. મહત્વનું છે કે, ભજનલાલ શર્માએ મુખ્યમંત્રી પદના શપથ લેતા પહેલા તેમના માતા-પિતાના પગ ધોયા અને આશીર્વાદ લીધા હતા. ભજનલાલ શર્માe રાજસ્થાનના 14માં મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે.
#WATCH राजस्थान के मनोनीत मुख्यमंत्री भजनलाल शर्मा ने आज शपथ ग्रहण समारोह से पहले अपने पिता का आशीर्वाद लिया। pic.twitter.com/m9zksD5TfP
— ANI_HindiNews (@AHindinews) December 15, 2023
- Advertisement -
જન્મદિવસે જ ભજનલાલ શર્મા બન્યા રાજસ્થાનના નવા મુખ્યમંત્રી
ભજનલાલ શર્મા આજે એટલે કે 15મી ડિસેમ્બરે મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. નસીબજોગે આજે તેમનો જન્મદિવસ છે. તેમની ઉંમર 56 વર્ષ છે. પોતાના જન્મદિવસના અવસર પર મુખ્યમંત્રી તરીકે શપથ લેનારા તેઓ પ્રથમ મુખ્યમંત્રી બન્યા છે. ભજનલાલ માટે બેવડી ખુશી છે. મહત્વનું છે કે, ભજનલાલે ગુરુવારે રાત્રે 12 વાગ્યા પછી સોડાલાના ચંબલ ગેસ્ટ હાઉસમાં તેમના સમર્થકો સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી. તેમના જન્મદિવસ નિમિત્તે મુખ્યમંત્રી અને તેમના સમર્થકો દ્વારા રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવશે. આ શિબિરનું આયોજન ધોલપુરમાં કરવામાં આવશે.
રાજસ્થાનમાં આજે ભજનલાલ શર્માનો રાજ્યાભિષેક યોજાયો હતો. જયપુરના આલ્બર્ટ હોલમાં બપોરે 12 વાગ્યે શપથગ્રહણ કાર્યક્રમ શરૂ થયો હતો. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો, નાયબ મુખ્ય પ્રધાનો અને ઘણા કેન્દ્રીય પ્રધાનો સામેલ થયા હતા.
#WATCH | Visuals from the swearing-in ceremony of Rajasthan CM-designate Bhajanlal Sharma, in Jaipur
Diya Kumari and Prem Chand Bairwa will also be sworn in as Deputy Chief Ministers of the state. pic.twitter.com/C4p5QRc7f1
— ANI (@ANI) December 15, 2023
આજે વહેલી સવારથી જ શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ વચ્ચે સુરક્ષાની પણ કડક વ્યવસ્થા કરવામાં આવી છે. આલ્બર્ટ હોલ તરફ જતા તમામ રસ્તાઓને પોસ્ટરો અને બેનરોથી શણગારવામાં આવ્યા હતા.
રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોત પણ જયપુરમાં મુખ્યમંત્રી-નિયુક્ત ભજનલાલ શર્માના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયા છે.
#WATCH | Former Rajasthan CM and senior Congress leader Ashok Gehlot at the swearing-in ceremony of Rajasthan CM-designate Bhajanlal Sharma, in Jaipur
Diya Kumari and Prem Chand Bairwa will also be sworn in as deputy chief ministers of the state. pic.twitter.com/n2Yrgqp40F
— ANI (@ANI) December 15, 2023
રાજસ્થાનમાં ભાજપને મળી છે પ્રચંડ જીત
રાજસ્થાનમાં ભાજપને 115 બેઠકો મળી છે. જ્યારે કોંગ્રેસને 69 બેઠકો મળી હતી. રાજ્યની 200માંથી 199 બેઠકો પર મતદાન થયું હતું. એક બેઠક પર ઉમેદવારના અવસાનને કારણે ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. ભજનલાલ પહેલીવાર ધારાસભ્ય બન્યા છે. મંગળવારે પક્ષના કેન્દ્રીય નિરીક્ષકો રાજનાથ સિંહ, સરોજ પાંડે અને વિનોદ તાવડેની હાજરીમાં ભાજપ વિધાનસભ્ય દળની બેઠકમાં તેમને મુખ્ય પ્રધાન-નિયુક્ત જાહેર કરવામાં આવ્યા હતા.
Former Rajasthan CM and BJP leader Vasundhara Raje at the swearing-in ceremony of Rajasthan CM-designate Bhajanlal Sharma, in Jaipur
Diya Kumari and Prem Chand Bairwa will also be sworn in as deputy chief ministers of the state. pic.twitter.com/XT8pITp3HI
— ANI (@ANI) December 15, 2023
ભાજપ હાઈકમાન્ડે સૌને ચોંકાવી દીધા
વસુંધરા રાજેએ ધારાસભ્ય દળના નેતા તરીકે તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. જ્યારે દિયા કુમારી વિદ્યાનગરથી ધારાસભ્ય છે. જ્યારે બૈરવા ડુડુ બેઠક પરથી ધારાસભ્ય છે. અજમેર ઉત્તરના ધારાસભ્ય વાસુદેવ દેવનાનીને સ્પીકર બનાવવામાં આવ્યા છે.દિયા કુમારીએ 2019ની લોકસભા ચૂંટણીમાં રાજસમંદથી ચૂંટણી જીતી હતી. તેમણે 5.51 લાખથી વધુ મતોથી ચૂંટણી જીતી હતી. દિયા કુમારી જયપુરના રાજવી પરિવારમાંથી છે. તેમણે 2013માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તે બે વખત ધારાસભ્ય અને એક વખત સાંસદ પણ છે. વસુંધરા રાજે, દિયા કુમારી, ગજેન્દ્ર શેખાવત, બાબા બાલકનાથ, રાજવર્ધન રાઠોડ પણ સીએમની રેસમાં હતા. પરંતુ ભાજપ હાઈકમાન્ડે સૌને ચોંકાવી દીધા અને ભજનલાલની પસંદગી કરી.
#WATCH | Tripura CM Manik Saha, Union Ministers Arjun Ram Meghwal, Gajendra Singh Shekhawat and other leaders at the swearing-in ceremony of Rajasthan CM-designate Bhajanlal Sharma, in Jaipur
Diya Kumari and Prem Chand Bairwa will also be sworn in as deputy chief ministers of… pic.twitter.com/NK8fH3iOCH
— ANI (@ANI) December 15, 2023
કોણ છે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા ?
ચૂંટણી પંચમાં દાખલ કરાયેલી એફિડેવિટ મુજબ 56 વર્ષીય ભજનલાલ શર્મા પોસ્ટ ગ્રેજ્યુએટ છે. તેમની કુલ જાહેર કરેલી સંપત્તિ 1.40 કરોડ રૂપિયા. તેમણે તાજેતરમાં પૂર્ણ થયેલી 2023 રાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના પુષ્પેન્દ્ર ભારદ્વાજને 48,081 મતોના માર્જિનથી હરાવીને સાંગાનેર બેઠક જીતી હતી. તેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા છે. જોકે ભજનલાલ શર્મા ચાર વખત ભાજપના પ્રદેશ મહાસચિવ રહી ચૂક્યા છે. RSS અને ABVP સાથે પણ લાંબા સમયથી જોડાયેલા છે.