– રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા ખાસ સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે વિવિધ ક્ષેત્રના મહાનુભાવોને નવાજાયા
– સમાજવાદી નેતા મુલાયમ સિંઘને મરણોતર પદ્મભૂષણ સન્માન: તબલાવાદક જાકીર હુસેનને પદ્મવિભૂષણ વૈદિક વિદ્વાન ત્રિદંડી ચિન્ના જીયરને પદ્મશ્રી
- Advertisement -
દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનમાં સ્થાન મેળવતા પદ્મ એવોર્ડ સન્માન સમારોહમાં ગઈકાલે રાષ્ટ્રપતિ ભવન અને અનેક ક્ષેત્રે વિશિષ્ઠ કામગીરી તથા કલા સહિતના ક્ષેત્રોમાં નામના મેળવનાર મહાનુભાવોને નવાજાયા હતા. રાષ્ટ્રપતિ સુશ્રી દ્રૌપદી મુર્મુએ પદ્મશ્રી-પદ્મવિભૂષણ સહિતના સન્માનો આપ્યા તે સમયે આ ક્ષેત્રને ગૌરવવંત થયાની લાગણી અનુભવી હતી.
જેમાં સૌરાષ્ટ્રમાંથી રાજકોટને વતન બનાવનાર જાણીતા ભજનીક હેમંત ચૌહાણને પદ્મશ્રીનું સન્માન આપવામાં આવ્યું હતું તો આઈટી ક્ષેત્રે દેશના ટોચના કોર્પોરેટ- ઈન્ફોસીસના સ્થાપક શ્રી નારાયણ મૂર્તિના પત્ની તથા સામાજીક સહિતના ક્ષેત્રે મહત્વની ભૂમિકા ભજવનાર સુશ્રી સુધા મુર્તિને પદ્મભૂષણ સન્માનથી નવાજાયા હતા અને તેમાં ખાસ કરીને બ્રિટીશ વડાપ્રધાન ઋષી સુનકના પત્ની યક્ષતા સુનક- મૂર્તિ સૌનું ધ્યાન ખેંચી ગયા હતા જેમાં નારાયણમૂર્તિ તથા સુધા મૂર્તિના પુત્રી છે.
આ સન્માન મેળવનારાઓમાં બિદરી કલામાં સમાનતાની સ્થિતિની પરિકલ્પના કરનારા વૈદિક વિદ્વાન ત્રિદંડી ચિન્ના જેયાર, અનેક નવી પેટર્ન તથા ડિઝાઈન રજૂ કરનાર શાહ રશીદ અહમદ કાદરીને સન્માન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત હેમંત ચૌહાણને કલાના ક્ષેત્રમાં પદ્મશ્રી, આરીઝ ખંભાતા (મરણોતર)ને વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે પદ્મશ્રી સન્માનીત કરવામાં આવ્યા.
- Advertisement -
આ ઉપરાંત મુલાયમસિંહ યાદવને મરણોપરાંત દેશનું બીજું સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મવિભૂષણ સન્માનીત કરવામાં આવ્યો. અખિલેશ યાદવે રાષ્ટ્રપતિ મુર્મુના હસ્તે પદ્મવિભૂષણ પ્રાપ્ત કર્યું હતું.
આ ઉપરાંત જાકીર હુસૈન- તબલાવાદ જાકીર હુસૈનને પદ્મ વિભૂષણથી સન્માનીત કરવામાં આવ્યા. અહેમદ હુસૈન તથા મોહમ્મદ હુસૈન (જોડી)ને આર્ટ (કલા)ના ક્ષેમિં પદ્મશ્રીથી સન્માનીત કરવામાં આવ્યા. આ બન્ને રાજસ્થાનના રહેવાસી છે. દિલશાહ હુસૈનના આર્ટ (કલા) ક્ષેત્રમાં પદ્મશ્રીથી સન્માનીત કરવામાં આવ્યા. શાહ રશીદ અહેમદ કાદરીને પણ કલા ક્ષેત્રમાં સન્માનીત કરવામાં આવ્યા. ગુલામ મોહમ્મદ જાજને આર્ટ કેટેગરીમાં પદ્મશ્રીથી સન્માનીત કરવામાં આવ્યા છે.
પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી ચિન્ના જીયર સ્વામીને 2023 માટે પદ્મ ભૂષણથી સન્માનીત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ભવનમાં શ્રી શ્રી ચિન્ના જીયર સ્વામીને પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનીત કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે વર્ષ 2023માં અલગ અલગ ક્ષેત્રની હસ્તીઓને પદ્મ સન્માનથી સન્માનીત કરાયા છે. જેમાં આધ્યાત્મિક ગુરુ ચિન્ના જીયર સ્વામીને પણ પદ્મ ભૂષણ મળ્યો છે. ઓસ્કાર એવોર્ડ મેળવનાર નાટુ નાટુની રચના કરનાર સંગીતકાર એમ.એસ.કીરાવનીને પદ્મથી સન્માન મળ્યું છે. સુપર-30 શૈક્ષિક કાર્યક્રમના સંસ્થાપક આનંદકુમારને પણ પદ્મશ્રીથી સન્માનીત કરવામાં આવ્યા હતા.