ખાસ-ખબર સંવાદદાતા
પંજાબમાં આમ આદમી પાર્ટીએ ભગવંત માનને પોતાના મુખ્યમંત્રીપદના ઉમેદવાર બનાવ્યા છે. સાંસદ ભગવંત માનનું નામ પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના સીએમ પદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યુ છે. આમ આદમી પાર્ટીના ક્ધવીનર અરવિંદ કેજરીવાલે મોહાલીમાં આ જાહેરાત કરી હતી. આ દરમિયાન ભગવંત માનની માતા હરપાલ કૌર પણ હાજર રહ્યા હતા. આ તરફ કેજરીવાલની જાહેરાત પહેલા જ સમગ્ર શહેરમાં ભગવંત માનના પોસ્ટર લગાવી દેવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટી દ્વારા પંજાબમાં પાર્ટીના મુખ્યમંત્રીપદનો ચહેરો પસંદ કરવા માટે એક નંબર જાહેર કરવામાં આવ્યો હતો. કેજરીવાલે કહ્યું કે તેનો નિર્ણય જાહેર વોટિંગ દ્વારા લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે પંજાબના 21 લાખથી વધુ લોકોએ જાહેર મતદાનમાં પોતાનો મત આપ્યો હતો.જેમાંથી 15 લાખ લોકોએ ભગવંત માનનું નામ જણાવ્યુ હતુ. આ પહેલાં પાર્ટીમાં ધારાસભ્યો વતી સાંસદ ભગવંત માનને સીએમ તરીકે જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી.


