મોટી સંખ્યામાં ગ્રામજનો કથાનું રસપાન કરી રહ્યાં
મેંદરડા તાલુકાનાં અમરગઢ ગામે ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં ગ્રામજનો કથા શ્રવણ કરી રહ્યાં છે. મેંદરડા તાલુકાનાં અમરગઢ ગામમાં સમસ્ત ગ્રામજનો દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. સપ્તાહ દરમિયાન વિવિધ ધાર્મિક પ્રસંગોનું આયોજન કરાયું છે. કૃષ્ણ જન્મ, કૃષ્ણ વિવાહ સહિતનાં પ્રસંગો ઉજવવામાં આવી રહ્યાં છે. ભાગવત સપ્તાહ મોટી સંખ્યામાં ગ્રામજનો શ્રવણ કરવા આવી રહ્યાં છે. તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા ગ્રામજનો જહેમત ઉઠાવી રહ્યાં છે.