મુખ્ય વક્તા પૂજ્ય જીગ્નેશ દાદા-રાધે રાધે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
વિસાવદરના ચિતલીયા પરિવાર દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના નિર્મળ યસનું ગાન કરતી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે આ કથાનો પ્રારંભ વૈશાખ સુદ 1 ને સોમવાર તા.28ના રોજ પ્રારંભ થશે અને કથા વિરામ તા.4માર્ચના વૈશાખસુદ 7ને રવિવારના દિવસે કથા વિરામ કરવામાં આવશે આ ભાગવત સપ્તાહના નિમંત્રક તરીકે નરેન્દ્રભાઈ કાંતિભાઈ ચિતલીયા મુંબઈ, યોગેશભાઈ કાંતિભાઈ ચીતલીયા, પ્રતિકભાઈ નરેન્દ્રભાઈ ચિતલીયા મુંબઈ વિશાલભાઈ પ્રતિકભાઈ ચિતલીયા મુંબઈ અને ધ્રુમિલ યોગેશભાઈ જુનાગઢ તથા સમસ્ત ચીતલીયા પરિવાર વિસાવદર દ્વારા આયોજન કરવામાં આવેલ છે.
- Advertisement -
આ ભાગવત સપ્તાહનું કથા સ્થળ શ્રીસ્વામિનારાયણ ગુરુકુળની પાછળનું ગ્રાઉન્ડ વિશ્વંભરી સ્કૂલ પાસે રાખવામાં આવેલ છે અને જેમાં વક્તા પૂજ્ય જીગ્નેશ દાદા રાધે રાધે દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવશે.જેમાં જુદા જુદા પાવન પ્રસંગો કરવામાં આવશે જેમાં પોથીયાત્રા 28 ને સોમવારે બપોરે 3 કલાકે જલારામ મંદિર ડાક બંગલા પ્લોટ ખાતેથી કરવામાં આવશે તથા આ કથાનો પ્રારંભ 28ને સોમવાર સાંજે 5 કલાકે કરવામાં આવશે જેમાં નંદ મહોત્સવ, રૂક્ષ્મણી વિવાહ, સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાસ ગરબા સાથે ભક્તિ સંગીત તથા શ્રીનાથજીની ઝાંખી તેમજ રોજ રાત્રે લોક ડાયરો સાથે કથા દરમિયાન સાંજે પ્રસાદ આપવામાં આવશે આ સમગ્ર સપ્તાહ દરમ્યાન સંતો મહંતો ઉપસ્થિત રહેશે જેમાં પૂજ્ય મુક્તાનંદ બાપુ, કરસનદાસ બાપુ સુરેશ બાપા ભુવાજી, વિજયબાપુ, આનંદ સ્વરૂપ સ્વામી, ગોવિંદ બાપુ, શક્તિદાસ બાપુ, મહામંડલેશ્વર 1008 શ્રી નીલમ કુંવરબા,આઈ શ્રી રૂપલમાં પરમ પૂજ્ય ભક્તિરામ બાપુ, પરમ પૂજ્ય આનંદગીરી બાપુ, અને જીન શેખર સાગર મહારાજ સાહેબ ખંભાળિયા વાળા ઉપસ્થિત રહેશે આ કથાનો બહોળી સંખ્યામાં લાભ લેવા ચિતલીયા પરિવાર વતી ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.



