ખાસ-ખબર સંવાદદાતા
વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર પસંદગી આખરી તબક્કામાં પ્રવેશી છે તે સમયે કોંગ્રેસને સૌરાષ્ટ્ર-કચ્છમાં વધુ એક ફટકો પડ્યો છે.
2017ની ચૂંટણીમાં ગિર સોમનાથ જિલ્લો નીલ રહ્યા બાદ ભાજપે હવે આ જિલ્લાના કોંગ્રેસના તાલાલાના ધારાસભ્ય ભગાભાઈ બારડને તેમના પક્ષમાં જોડ્યા છે.
- Advertisement -
ભગાભાઈ બારડ 2007 અને 2017 એમ બે ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે આ બેઠક પરથી જીત્યા છે. 2012માં કોંગ્રેસના જશાભાઈ બારડ વિજેતા બન્યા હતા અને તેમનું નિધન થયા બાદ 2016માં ભાજપના ગોવિંદભાઈ પરમારને સફળતા મળી હતી.
ભગાભાઈ બારડ સૌરાષ્ટ્ર આહીર આહીર સમાજનાં અગ્રણી છે અને પૂર્વ સાંસદ સ્વ.જશાભાઇ બારડના ભાઈ છે. 2017માં 31730 મતોથી જીત્યા હતા. ગિર સોમનાથ જિલ્લામાં 2017માં ભાજપને એક પણ બેઠક મળી નથી અને ગિર સોમનાથમાં વિમલભાઈ ચુડાસમા, કોડીનારમાં મોહનભાઈ વાળા અને ઉનામાં પુંંજાભાઈ વંશ પણ જીત્યા હતા અને ભાજપે હવે તેમાં ઓપરેશન કમલમ મારફત ભગાભાઈ બારડને પક્ષમાં સમાવીને ગિર સોમનાથ જિલ્લામાં આગામી ચૂંટણીમાં સફળતા માટે તૈયારી કરી છે.
ગઇકાલે જ ભાજપે આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસના પીઢ ધારાસભ્ય મોહનસિંહ રાઠવાને ભાજપમાં ભેળવીને 2017ની ચૂંટણીમાં આ વિસ્તારમાં ભાજપને જે સહન કરવું પડ્યું હતું તે સ્થિતિ 2022માં ન સર્જાય તે માટે ઓપરેશન પાર પાડ્યું છે તો ગિર સોમનાથ જિલ્લામાં અગાઉ વિમલભાઈ ચુડાસમાને પણ અગાઉ ભાજપમાં ભેળવવા માટે પ્રયાસ કર્યો હતો.