ગઈ મોડી રાત્રીથી રાજકોટ જિલ્લાના જસદણ, ગોંડલ, કોટડા તથા રાજકોટ તાલુકાના અનેક ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો. જેથી ઉપરવાસના પાણીની ડેમોમાં આવક ચાલુ છે. રાજકોટના જીવાદોરી સમાન આજી 1 ડેમ ઓવરફ્લો થયો.
રાજકોટનો આજી-1 ડેમ 19મી વખત ઓવરફ્લો, 100 ટકા ભરાયો: હાલ ડેમમાં 14796 ક્યુસેકના પ્રવાહની આવક છે: રાજકોટના બેડી, થોરાળા, મનહરપુરા, રોણકી વિસ્તારના લોકોને સાવચેત કરાયા.
- Advertisement -
રાજકોટ શહેરને પીવાનું પાણી પુરવઠો પૂરો પડતો આજી-1 જળાશય ઓવરફ્લો થયેલ છે. જેના પગલે રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની ટીમો દ્વારા આજી નદીના કાંઠા અને નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા અને સાવચેત રહેવા સતત માઇક સાથેના વાહનો ફેરવી એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે.
ગોંડલ તાલુકાનો ભાદર-1 ડેમ નિર્ધારિત સપાટીએ 80% ભરાયો, હેઠવાસનાં ગામોને સાવચેત રહેવા સૂચના
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાનાં લિલાખા ગામ પાસે આવેલ ભાદર-1 ડેમ નિર્ધારિત સપાટીએ 80% ભરાઈ ગયો હોય, ભારે વરસાદની આગાહીના પગલે ભાદર ડેમની હેઠવાસમાં આવતા ગોંડલ તાલુકાના લિલાખા, મસીતાળા, ભંડારીયા, ખંભાલીડા, નવાગામ, જેતપુર તાલુકાના મોણપર, ખીરસરા, દેરડી, જેતપુર, નવાગઢ, રબારીકા, સરધારપુર, પાંચપીપળા, કેરાડી, લુણાગરા, લુણાગરી, વાડાસડા, જામકંડોરણા તાલુકાનાં તરવડા, ઈશ્વરીયા ધોરાજી તાલુકાના વેગડી, ભુખી, ઉમરકોટ સહિતના ગામોના ગ્રામજનોને નદીના પટમાં અવર-જવર નહિ કરવા તથા સાવચેત રહેવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ, મામલતદારની યાદીમાં જણાવાયું છે.



