– બર્નાર્ડ આરનોલ્ટને મોર્ડન લકઝરી ફેશનના ગોડ ફાધર માનવામાં આવે છે.
– મસ્કની કંપનીની ટેસ્લાના શેર મુલ્યમાં 50 ટકા ઘટાડો
- Advertisement -
ટવીટરની ખરીદી વિશ્વના ધનવાન એલન મસ્ક માટે અનેક રીતે અનલકી રહી છે. હવે ટવીટર અધિગ્રહણ કર્યા પછી એલન મસ્કનો વિશ્વના નંબર વન ધનવાનનો તાજ છીનવાયો છે, તેની જગ્યાએ બર્નાર્ડ અર્નોલ્ટ વિશ્વના ટોપ ધનવાન બન્યા છે.
બ્લુમબર્ગ બિલિયેનર્સ ઈન્ડેકસ અનુસાર ટેસ્લા અને સ્પેસ એકસ તેમજ ટવીટરના માલિક એલન મસ્કે હવે વિશ્વના સૌથી ધનવાનનો ખિતાબ ખોઈ દીધો છે તેની જગ્યા બર્નાર્ડ અર્નોલ્ટે લીધી છે. હવે તે દુનિયાના સૌથી અમીર બની ગયા છે. ટવીટરના અધિગ્રહણ બાદ મસ્કને મોટો ઝટકો લાગ્યો છે.
ટેસ્લાના શેરના મુલ્યોમાં 50 ટકા સુધીનો ઘટાડો: ટવીટર ખરીદ્યા બાદ એલન મસ્કની સંપતિના મૂલ્યમાં ભારે ઘટાડો થયો છે. આ વર્ષે ટેસ્લાના શેરમાં 50 ટકા જેટલો ઘટાડો થયો છે.
- Advertisement -
મસ્કે ટવીટરના અધિગ્રહણથી પાછળ હટવાની કોશિશ કરી પણ કોર્ટના વિવાદના કારણે તેણે ખરીદવું પડેલુ તેના કારણે ટેસ્લાના 15 અબજ ડોલરના શેર વેચવા પડયા હતા. ઉલ્લેખનીય છે કે હવે વિશ્વના નંબર વન ધનવાન બનેલા અર્નોલ્ટ ફ્રાન્સની અગ્રણી કંપની એલવીએમએમના માલિક છે. આ કંપની ફેશન, વાઈન અને રિટેલ ક્ષેત્રમાં અગ્રણી છે.