NIA દ્વારા શુક્રવાર અને શનિવારે જાહેર કરવામાં આવેલી નવી CCTV સ્ટિલ તસવીરોમાં શંકાસ્પદ વ્યક્તિ ટોપી વગર જોવા મળ્યો, શું કોઈ PFI કનેક્શન છે?
બેંગલુરુ બ્લાસ્ટ કેસમાં મોટી અપડેટ સામે આવી છે. થોડા દિવસો પહેલા કર્ણાટકના બેંગલુરુમાં પ્રખ્યાત રામેશ્વરમ કાફેમાં થયેલા બ્લાસ્ટના કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને મહત્વપૂર્ણ કડીઓ મળી છે. આ કેસમાં શકમંદનો ચહેરો સામે આવ્યો છે અને ટીમ તેની શોધમાં અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી રહી છે. આ ઉપરાંત આ શંકાસ્પદના કેટલાક સહયોગીઓની પણ ઓળખ કરવામાં આવી છે.
- Advertisement -
NIA દ્વારા શુક્રવાર અને શનિવારે જાહેર કરવામાં આવેલી નવી CCTV સ્ટિલ તસવીરોમાં શંકાસ્પદ વ્યક્તિ ટોપી વગર જોવા મળી રહ્યો છે. તપાસ દરમિયાન એજન્સીને ખબર પડી કે બ્લાસ્ટની સાંજે બેલ્લારી બસ સ્ટેન્ડના સીસીટીવીમાં શંકાસ્પદ કેદ થયો હતો. ત્યાંથી તેણે ઓટો ભાડે લીધી અને શહેરની અંદર ગયો. ઉપરાંત, બે લોકો સાથે તેની વાતચીત સીસીટીવીમાં પુષ્ટિ થઈ છે. તપાસમાં જાણવા મળ્યું કે, આ બે લોકો કલબુર્ગી (ગુલબર્ગ)ના હોવાનું કહેવાય છે. બંનેએ બેલ્લારીથી કલબુર્ગી બસ નંબર KA 32 F 1885માં મુસાફરી કરી હતી. જેમાંથી એક કલબુર્ગીના રામ મંદિર સર્કલ પર ઉતર્યો હતો. બીજો સિટી બસ સ્ટેન્ડ ગયો. NIAની ટીમ હાલમાં કલબુર્ગીમાં છે અને બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન અને અન્ય સ્થળોના સીસીટીવી સ્કેન કરી રહી છે.
શું કોઈ PFI કનેક્શન છે?
કલાબુર્ગી પાસે બિદર જિલ્લાના હુમનાબાદમાં પણ સર્ચ કરવામાં આવી રહ્યું છે. આ સ્થળ તેલંગાણા રાજ્યની સરહદે છે. ખાસ વાત એ છે કે બિદર તેલંગાણામાં કામરેડ્ડી સાથે તેની સરહદ વહેંચે છે જ્યાં NAIAએ પ્રતિબંધિત PFIના મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો અને બેંગલોર વિસ્ફોટોના બીજા દિવસે ફરાર થયેલા અબ્દુલ સલીમની ધરપકડ કરી હતી.
- Advertisement -