રાજકોટ મહાનગરપાલિકાની પ્રોજેક્ટ શાખા દ્વારા ભારત સરકાર પુરસ્કૃત PMSVANidhi યોજના અંતર્ગત તાજેતરમાં યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત બેંક ઓફ બરોડા-બેડીપરા શાખાના ૧૫૮ શહેરી શેરી ફેરીયાઓને પ્રોજેક્ટ શાખા દ્વારા અટલ બિહારી બાજપેયી ઓડીટોરીયમ, પેડક રોડ ખાતે QR કોડ એનાયત કરવામાં આવેલ હતા. સાથોસાથ શહેરી શેરી ફેરિયાઓ ટેકનોલોજીના માધ્યમથી ડીઝીટલ ટ્રાન્ઝેકશન કરતા થાય તે માટે ઉપસ્થિત લાભાર્થીઓને ડીઝીટલ ટ્રાન્ઝેકશન માટે માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં સ્ટેટ બેંક ઇન્ડીયાના લીડ ડીસ્ટ્રીક્ટ મેનેજર બિસ્વાલ સર, બેંક ઓફ બરોડાના રીજીયોનલ હેડ જે.બી.રોહડા, ડેપ્યુટી રીજીયોનલ હેડ અશોક ગોસ્વામી, રણછોડનગર બ્રાંચ હેડ હેમકાંત ઠાકુર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
આ યોજના હેઠળ ધિરાણ મેળવનાર લાભાર્થીઓને ડીઝીટલ ટ્રાન્ઝેકશન માટે રૂ.૧૨૦૦/- સુધીનું કેશબેક મળવાપાત્ર છે. ઉપરાંત, ડીઝીટલ ટ્રાન્ઝેકશનની રોજેરોજ દૈનિક વ્યવહારમાં મિનિમમ પાંચ ટ્રાન્ઝેકશન કરવા જરૂરી છે. જેથી લાભાર્થીઓને બચતની ટેવ કેળવાય તે માટે લાભાર્થીઓને માહિતગાર કરી રોકડ વ્યવહારના બદલે ડીઝીટલ ટ્રાન્ઝેકશન તરફ લાભાર્થીઓ આગળ વધે તે માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. તદુપરાંત, ડીઝીટલ ટ્રાન્ઝેકશનના ઉપયોગ સંબંધિત માહિતી જે તે લોન મેળવેલ બ્રાંચમાંથી આપવામાં આવશે તથા રાજકોટ શહેર માટે ડીઝીટલ પેમેન્ટ એગ્રીગેટર(DPA) ફોન-પે પ્રતિનિધિના મોબાઈલ નંબર ૯૦૯૯૪૭૦૦૦૭ પરથી પણ મળી રહેશે.
- Advertisement -
સમગ્ર કામગીરી નાયબ મ્યુનિ. કમિશનર સી.કે.નંદાણી તથા સહાયક કમિશનર એચ.આર. પટેલના માર્ગદર્શન હેઠળ પ્રોજેક્ટ શાખાના આસી.મેનેજર એચ.જી.મોલીયા તથા પ્રોજેક્ટ શાખાના સમાજ સંગઠકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી.