આટકોટ ગોંડલ પાસે ગ્રામ્ય LCBનો દરોડો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ,
- Advertisement -
રાજકોટ જિલ્લામાં દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે આટકોટ વિસ્તારમાંથી દારૂની 888 બોટલ ભરેલી કાર સાથે બે શખ્સોને એલસીબીએ દબોચી લઈ 23.46 લાખનો મુદામાલ કબજે કર્યો છે બંને રાજસ્થાન બોર્ડરથી દારૂનો જથ્થો ભરી અમરેલી તરફ જતાં હોવાની કબૂલાત આપી છે.
રાજકોટ જિલ્લા પોલીસવડા જયપાલસિહ રાઠોડની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરા અને ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન સ્ટાફના હેડ કોન્સ્ટેબલ દિવ્યેશભાઈ સુવા, નિલેશભાઈ ડાંગર, રાજુભાઈ સાંબડા, ભોજાભાઈ ત્રમટાને મળેલી બાતમી આધારે આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારના આટકોટ – ગોડલ રોડ પર વોચ ગોઠવી ફોચ્ર્યુનર ફોરવ્હીલ કાર અટકાવી જડતી લેતા તેમાંથી 888 બોટલ દારૂ મળી આવતા રાજસ્થાનના નરેશકુમાર પહાડજી પુરોહિત અને ગુલાબખા અનવરભાઈ મુસ્લાની ધરપકડ કરી પૂછપરછ કરતાં બંને રાજસ્થાન બોર્ડરથી દારૂનો જથ્થો ભરીને અમરેલી તરફ ડિલિવરી આપવાની હોવાનું જણાવતા પોલીસે દારૂ, કાર, ત્રણ મોબાઈલ સહિત 23,45,800નો મુદામાલ કબજે કર્યો છે.