ઈન્ડિયા આઉટનો નારો આપનાર મુઈજ્જુએ માલદીવને લગભગ ડૂબાડી દીધું
કંગાળ થવા જઈ રહ્યું છે પર્યટન સ્વર્ગ માલદીવ
- Advertisement -
ચીન-સમર્થક મોહમ્મદ મુઇજ્જુની નીતિઓને કારણે પ્રવાસી સ્વર્ગ કહેવામાં આવતાં માલદિવ એક મોટી આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યું છે. વૈશ્વિક રેટિંગ એજન્સી ફિચ રેટિંગ્સે માલદીવનું ક્રેડિટ રેટિંગ અગાઉના CCC+ થી ડાઉનગ્રેડ કરીને CC+ કર્યું છે. બે મહિનામાં બીજી વખત તેનું રેટિંગ ડાઉનગ્રેડ કર્યા પછી માલદીવના બોન્ડમાં ઘટાડો થયો છે, જેના કારણે ડિફોલ્ટનું જોખમ વધી ગયું છે.
ગ્લોબલ ક્રેડિટ રેટિંગ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, માલદીવનું લાંબા ગાળાના વિદેશી ચલણ જારી ડિફોલ્ટ રેટિંગને CC માં ડાઉનગ્રેડ કરવામાં આવ્યું છે. એજન્સીએ જણાવ્યું છે કે, તે સામાન્ય રીતે CCC+ અથવા તેનાથી નીચું રેટિંગ ધરાવતા દેશો માટે આઉટલુક પ્રદાન કરતું નથી.
માલદીવની ચોખ્ખી વિદેશી હૂંડિયામણ અનામત જુલાઈમાં 50 મિલિયન ડોલરથી નીચે આવી ગઈ હતી જ્યારે ગ્રોસ રિઝર્વ 400 મિલિયન ડોલરથી નીચે આવી ગયું હતું. આ મહિને 500 મિલિયન ડોલર કરતાં ઓછું હતું. આ વર્ષે ચીન અને રશિયાના પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો હોવા છતાં, માલદીવની આયાત પર ભારે નિર્ભરતા અને ડોલર સામે રૂફિયામાં ઘટાડાથી ભંડાર પર પ્રેશર વધાર્યુ છે.
- Advertisement -
દેશના સૌથી મોટા ધિરાણકર્તા, બેંક ઓફ માલ્ટાએ ગયાં અઠવાડિયે દેશના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સ પર વિદેશી ચલણ ખર્ચની મર્યાદા લાદી હતી. માલદીવ મોનેટરી ઓથોરિટીની સૂચનાઓ પર તે જ દિવસે નિર્ણયને રદ કરવામાં આવ્યો હતો.
માલદીવની સરકાર 3.5 બિલિયન ડોલરના દેવાનો સામનો કરી રહી છે, જેનો મોટો હિસ્સો ચીનની બેંકો પાસેથી લેવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ મુઈજ્જુએ ચૂંટણી દરમિયાન ભારત અભિયાન ચલાવીને ભારત વિરોધી ભાવનાઓ ભડકાવી હતી. રાષ્ટ્રપતિ બન્યા બાદ તેમણે ચીન સાથેની નિકટતા વધારી હતી. આ છતાં, ચૂંટણીમાં રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જુ દ્વારા દેવાના પુનર્ગઠન માટેની ચીનની માંગને નકારી કાઢવામાં આવી હતી.
આર્થિક સંકટથી ઘેરાયેલા મુઈજ્જુ ભારત તરફ નજર કરી રહ્યાં છે. તેને ભારતની સાથે સાથે ચીન પાસેથી પણ બેલઆઉટની અપીલ કરી હતી. માલેની વિનંતી પર, ભારતે માલદીવને લોનની ચુકવણી માટે રાહત આપી છે.
માલદીવના રાષ્ટ્રપતિ મુઈજ્જુએ જુલાઈમાં કહ્યું હતું કે તેમની સરકાર ડોલરની અછતને ઓછી કરવા માટે ચલણ નિયમન અંગે ભારત અને ચીન સાથે વાત કરી રહી છે.
ફિચે કહ્યું છે કે, આ કરન્સી સ્વેપ બાહ્ય વિલીન થવાના દબાણને ઘટાડી શકે છે. જો કે, તે સાકાર થશે કે નહીં તે અનિશ્ચિત છે. એજન્સીએ જણાવ્યું હતું કે આ દેવું કદાચ આઇએમએફ અથવા અન્ય બહુપક્ષીય દાતાઓના સમર્થન પર નિર્ભર રહેશે.