જે ઉંમરમાં કરિયર પર ફોક્સ કરવાનું હોય છે તે ઉંમરે ડ્રગ્સના રવાડે ચડતું યુવાધન
1,23,600ની કિંમતના ડ્રગ્સ, મોબાઇલ અને સ્કુટર સહિત કુલ રૂ.1.72 લાખનો મુદ્દામાલ જપ્ત: જલ્લાલુદીનને પકડી લેવાયો
- Advertisement -
રાજકોટ SOGના PI જે.ડી.ઝાલા અને PSI ડી.બી. ખેર સહિતના સ્ટાફે એક્ટિવામાં પસાર થતી અમીને અટકાવી તલાશી લેતા પેન્ટના ખિસ્સામાંથી એક અને સ્કૂટરની ડેકીમાંથી બીજી પડીકી મળી આવી
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ નશીલા પદાર્થના વેપલાનું એપી સેન્ટર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. અવાર નવાર રાજકોટમાં ખુલ્લેઆમ ડ્રગ્સનો કાળો કારોબાર થઈ રહ્યો હોવાની ઘટના સામે આવી છે. પોલીસે રેસકોર્સમાંથી નામચીન પેડલર અમી ચોલેરાને એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધી હતી, પેડલર યુવતીએ નામચીન જલ્લાલુદીન પાસેથી જથ્થો મેળવ્યાની કબૂલાત આપતા પોલીસે તે નામચીન ઇસમની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે 1,23,600ની કિંમતનું 12.36 ગ્રામ એમડી ડ્રગ્સ, મોબાઇલ અને સ્કુટર સહિત કુલ રૂ.1,78,700નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
કરણપરાની યુવતીને પકડી સપ્લાયર બજરંગવાડીના જલાલ કાદરીને પણ દબોચી લેવાયો છે. ક્રિકેટર પતિ સાથે ડ્રગ્સના રવાડે ચડતાં પકડાયા પછી સુધરી જવાની ઇચ્છા દર્શાવતા પોલીસે જ તેણીને આ દુષણમાંથી બહાર કાઢવા પ્રયાસો કર્યા હતાં. પોલીસમાં ભરતી થવાની તૈયારી પણ કરાવી હતી પરંતુ તાલીમ અધુરી મુકી ભાગી ગઇ અને ફરી ડ્રગ્સના રવાડે ચડી ગઇ.
સોશિયલ મિડીયાથી નબીરાઓ, કોલેજીયન છાત્રો સાથે મિત્રતા કેળવી તેની સાથે જમવા-ફરવા જઇ તેને ડ્રગ્સના ગ્રાહક બનાવતી હોવાનું ડ્રગ પેડલર અમી ચોલેરાએ જણાવ્યું હતું.
કરણપરામાં રાજહંસ એપાર્ટમેન્ટમાં રહેતી અમી દિલીપ ચોલેરા (ઉ.વ.23) ડ્રગ્સના જથ્થા સાથે રેસકોર્સમાંથી પસાર થવાની છે તેવી માહિતી મળતાં એસઓજીના પીઆઇ જે.ડી.ઝાલા અને પીએસઆઇ ડી.બી. ખેર સહિતના સ્ટાફે રેસકોર્સમાં બગીચા પાસે વોચ ગોઠવી હતી, કુખ્યાત પેડલર અમી ચોલેરા એક્ટિવામાં પસાર થતાં જ પોલીસે તેને અટકાવી તલાશી લેતા અમીના પેન્ટના ખિસ્સામાંથી એક અને સ્કૂટરની ડેકીમાંથી બીજી પડીકી મળી આવી હતી, પડીકીમાં રહેલો પદાર્થ ડ્રગ્સ હોવાની દ્રઢ શંકા હોય પોલીસે એફએસએલની ટીમને સ્થળ પર બોલાવી હતી.
તનાવ-એકલતા દૂર કરવા નશાનો સહારો
આજનું આધુનિક યુગનું યુવાધન ડ્રગ્સના રવાડે ચડી ગયું છે. યુવાનો તનાવ અને એકલતા દૂર કરવા નશાનો સહારો લે છે અને તેનો આદિ બની જાય છે. જેને કારણે તેનો સ્વભાવ પણ ચિડચિડિયો બનતો જાય છે. આજના સોશિયલ મીડિયાના ગુલામ યુવાનો એવું વિચારે છે કે, એક વખત લીધા બાદ છોડી દઈશું પરંતુ એવું થતુ નથી આ આદત છૂટતી જ નથી અને યુવાનો આ ડ્રગ્સની ચૂંગાલમાં ફસાઈ જાય છે લગભગ ઘણા સમયથી ચરસ, ગાંજા, એમડી, બ્રાઉન સુગર જેવા ડ્રગ્સ ગુજરાતની બજારમાં આસાનીથી ઉપલબ્ધ થતા યુવાનો કૂલ દેખાવવા માટે ડ્રગ્સનો સહારો લે છે જો કે, એક સરવે મુજબ ડ્રગ્સના ઓવરડોઝના કારણે મોત મામલે ગુજરાત પણ અગ્રેસર છે.
- Advertisement -