પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ આજે વિધિવત રીતે ભાજપમાં જોડાશે ત્યારે તેને લઇને ગાંધીનગરના કમલમ ખાતે સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પણ હાર્દિકના ભાજપ પ્રવેશ પહેલાં પોસ્ટરો લગાવી દેવાયા છે.
- Advertisement -
ત્યારે એ પહેલાં હાર્દિકે ટ્વિટ કરીને જણાવ્યું કે, ‘આજથી નવા અધ્યાયનો પ્રારંભ કરવા જઇ રહ્યો છું. ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજીના નેતૃત્વમાં ચાલી રહેલા રાષ્ટ્રસેવાના ભગીરથ કાર્યમાં એક નાનો સિપાહી બનીને કામ કરીશ.’
ભાજપમાં પ્રવેશ પહેલાં હાર્દિક પટેલે પોતાના ઘરે કર્યા માઁ દુર્ગાના પૂજા પાઠ
राष्ट्रहित, प्रदेशहित, जनहित एवं समाज हित की भावनाओं के साथ आज से नए अध्याय का प्रारंभ करने जा रहा हूँ। भारत के यशस्वी प्रधानमंत्री श्री नरेन्द्र भाई मोदी जी के नेतृत्व में चल रहे राष्ट्र सेवा के भगीरथ कार्य में छोटा सा सिपाही बनकर काम करूँगा।
- Advertisement -
— Hardik Patel (@HardikPatel_) June 2, 2022
આજથી જનસેવાના કાર્યમાં નવા અધ્યાયનો પ્રારંભ કરી રહ્યો છું: હાર્દિક
એ સિવાય હાલમાં હાર્દિકે ફેસબુક પર પોસ્ટ કરીને લખ્યું છે કે, ‘જનસેવાના કાર્યમાં નવા અધ્યાયનો પ્રારંભ કરી રહ્યો છું. હું મારા નિવાસ સ્થાન પર માઁ દુર્ગાના પાઠ અને પૂજા કરી રહ્યો છું.’
રામસેતુની ખિસકોલી બનીને સાથ આપીશ
ઉલ્લેખનીય છે કે ગઇ કાલે પણ હાર્દિકે ફેસબુક પર પોસ્ટ મૂકીને લખ્યું હતું કે, ‘ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી અને મક્કમ ગૃહમંત્રી તથા સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહના રાષ્ટ્રસેવાના ભગીરથ કાર્યમાં રામસેતુની ખિસકોલી બની સાથ આપવા યુવા નેતા હાર્દિક પટેલ તારીખ 2/6/2022 ના રોજ સવાર 11:00 કલાકે ગાંધીનગર કમલમ ખાતે વિધિવત રીતે ભાજપમાં જોડાશે.’ બીજી બાજુ અમદાવાદમાં લગાવવામાં આવેલા પોસ્ટરમાં હાર્દિકને સંઘર્ષશીલ અને યુવા પાટીદાર નેતા તરીકે ગણાવવામાં આવેલ છે.