સાઉદી અરેબિયાએ સોમવારના કોરોના વાયરસથી જોડાયેલા બધા પ્રતિબંધોને પૂર્ણ કરી દીધા છે. કોરોના વાયરસએ પ્રસાર રોકવા માટે આ પ્રતિબંધો લગાવ્યા હતા. સાઉદી પ્રેસ એજન્સીએ ગૃહ મંત્રલાયની તરફથી જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું કે, હવે બંધ જગ્યાઓ પર માસ્ક પહેરવું ફરજીયાત નથી. લોકએ ઘરની અંદર માસ્ક પહરવાની જરૂર નથી. સાઉદીમાં રહેનાર ભારતીયો સહિત બધા લોકો માટે આ રાહતની વાત છે.
- Advertisement -
જે કે આદેશમાં કહેવામાં આવ્યું છે કે, અપવાદ સ્વરૂપ મક્કામાં ગ્રૈંડ મસ્જિદ અને મદીનામાં પયગંબરની મસ્જિદમાં માસ્ક ફરજીયાત પહેરવાનો રહેશે. પ્લેન, જાહેર સ્થળે વાહનવ્યવહાર, અે કોઇ પણ ગતિવિધિમાં સમાવેશ થવા માટે વેકસીનેશનના સર્ટીફિકેટની જરૂર નથી. આદેશમાં પણ કહેવામાં આવ્યું છે કે, જો લોકો સાઉદી અરેબિયાની બહાર જઇ રહ્યા છે તો, તેમણે ત્રણ મહિનાની જગ્યાએ આઠ મહિના પછી બુસ્ટર ડોઝ લેવો પડશે.
હજ યાત્રીકોના આગમન પહેલા નિયમોમાં છુટછાટ
મંત્રાલયે લોકોને ત્રીજો બુસ્ટર ડોઝ લેવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. સોમવારના જાહેર કરેલા આદેશ એવા સમયે આવ્યો છે, જયારે હજ યાત્રામાં ભઆગ લેવા માટે વિદેશમાંથી 8,50,000 તીર્થયાત્રીઓ આવનારા છે. કોરોના મહામારી પછી આ હજ યાત્રા બંધ હતી. આ મહીનાની શરૂઆતમાં તીર્થયાત્રીઓનો પહેલો કાફિલો ઇન્ડોનેશિયાથી આવનાર છે.
UAEમાં વધી રહ્યા કોરોનાના કેસો
કોરોના વાયરસ મહામારીના કારણે હજ યાત્રા સંપૂર્ણ રીતે બંધ હતી, જેથી દર વર્ષ સાઉદી અરબિયાના 12 બિલિયન ડોલરનું નુકશાન થયુ છે. જયારે આ વચ્ચે પાડોશી દેશો સંયુક્ત આરબ અમીરાતમાં આ અઠવાડિયામાં કોરોનાના બે ગણા કેસો છે, ત્યાર પછી સરકારા લોકોને માસ્ક પહેરવા અનુરોધ કર્યો છે. ઉચ્ચ રસીકરણના ભાવને કારણે દર રોજ 1300 કેસો સામે આવ્યા છે.