દિવાળી પૂર્વે રાંધણગેસ મોંઘો થશે, નવા માસથી મોટા વધારાના સંકેત
ખાસ-ખબર સંવાદદાતા
પેટ્રોલીયમ પેદાશોમાં સપ્તાહમાં સતત પાંચ દિવસ ભાવ વધારવાની નવી અપનાવેલી પ્રણાલીમાં આજે પણ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં અનુક્રમે 34 પૈસા અને 38 પૈસા પ્રતિ લીટર જેવો ભાવવધારો થયો છે જેથી પેટ્રોલના રાજકોટના ભાવ રૂા.104.68 થયા છે. જયારે ડિઝલના ભાવ પ્રતિ લીટર 38 પૈસા વધતા નવો ભાવ રૂા.104.35 નોંધાયો છે. રાંધણગેસનો ભાવવધારો હાલ જે એલપીજી સીલીન્ડર ઓઈલ કંપનીઓ મારફત પુરા પાડવામાં આવે છે તેમાં હજું પણ ગેસના ઉંચા ભાવના કારણે ઓઈલ કંપનીઓ પ્રતિ સીલીન્ડર રૂા.100 જેટલી ખડી જાય છે તેવો દાવો છે અને તેથી આ માસના એટલે કે નવેમ્બર માસમાં જે ભાવ જાહેર થશે તેમાં સબ્સીડાઈઝ અને નોન સબ્સીડાઈઝ બન્ને પ્રકારના ગેસ સિલીન્ડર મોંઘા થશે.
અને છતાં કોઈ સબસીડી ચુકવાશે નહી.