બોલિવૂડના પાવર કપલ આલિયા ભટ્ટ-રણબીર કપૂર લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. હવે કપલના કેટલાક ફોટા વાયરલ થઈ રહ્યા છે.
વાસ્તુ અપાર્ટમેન્ટના 11મા માળે લગ્ન થયા હતા. લગ્ન સ્થળ પર સ્વ. રિશી કપૂરની તસવીર લગાવવામાં આવી હતી.
આલિયાએ આ તસવીરો તેના સોશિયલ મીડિયા પર શેર કરી છે અને તેને જોઈને તમે પણ આ કપલના પ્રેમમાં પડી જશો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ચાર પંડિતોએ રણબીર-આલિયાના લગ્ન કરાવ્યા હતાં. ફેરા ફરતાં પહેલાં ગાયત્રી મંત્ર બોલવામાં આવ્યો હતો. લગ્ન બાદ નીતુ સિંહે દીકરા ને વહુની નજર ઉતારી હતી.
- Advertisement -
https://www.instagram.com/reel/CcVbH4UBkUB/?igshid=YmMyMTA2M2Y=
બંને તસવીરોમાં અદ્ભુત દેખાઈ રહ્યા છે અને તમને જોઈ ને એવું લાગે છે કે ‘મેડ ફોર ઈચ અધર’ જેમાં માત્ર પ્રેમ જ પ્રેમ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આકાશ અંબાણીને 14મીએ જ વિદેશ જવાનું હતું, પરંતુ રણબીરે પર્સનલી લગ્ન માટે આમંત્રણ આપ્યું હતું. આ જ કારણથી આકાશે વિદેશ જવાનો પ્લાન કેન્સલ કર્યો અને પત્ની શ્લોકા સાથે લગ્નમાં હાજરી આપી હતી.
- Advertisement -
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના કપડાં સબ્યાસાચીએ ડિઝાઇન કર્યા હતા. લગ્નમાં આવનાર મહેમાનોને નીતુ સિંહ તથા સોની રાઝદાન આવકાર આપ્યો હતો. મહેમાનોને રિફ્રેશમેન્ટ આપવામાં આવ્યું હતું. આલિયા ભટ્ટને દુલ્હનના કપડાંમાં જોઈને આર્યન મુખર્જી તથા કરન જોહર રડી પડ્યા હતા.
આલિયા ભટ્ટે તેના લગ્નમાં ઓર્ગેન્ઝા સિલ્કની સાડી પહેરી હતી. તેની સાથે તેને ટીશ્યુ ફેબ્રિકથી બનેલો દુપટ્ટો પહેર્યો હતો. પાંચ વર્ષના ડેટિંગ બાદ રણબીર કપૂર તથા આલિયા ભટ્ટે આજે એટલે કે 14 એપ્રિલના રોજ લગ્ન કર્યા હતા. રણબીર તથા આલિયાએ પરિવાર તથા મિત્રોની હાજરીમાં ફેરા ફર્યા હતા. આ લગ્નમાં માત્ર 50 મહેમાનો હાજર રહ્યા હતા. લગ્નમાં કપૂર-ભટ્ટ પરિવાર ઉપરાંત આકાંક્ષા રંજન, આકાશ-શ્લોકા અંબાણી, કરન જોહર, લવ રંજન, અયાન મુખર્જી હાજર રહ્યા હતા.
https://www.instagram.com/reel/CcW5vJaqP37/?igshid=YmMyMTA2M2Y=
આલિયાની જ્વેલરી સબ્યાસાચીના હેરિટેજ કલેક્શન માંથી મેળવવામાં આવી હતી. રણબીર કપૂર તથા આલિયા ભટ્ટે ફેશન ડિઝાઇનર સબ્યસાચીના આઉટફિટ પહેર્યા હતા. દુલ્હન તરીકે આલિયા ઘણી જ સુંદર લાગતી હતી. આલિયા-રણબીરે ઓફ વ્હાઇટ રંગના આઉટફિટ પહેર્યાં હતાં અને રણબીર ક્રિમ રંગની શેરવાનીમાં જોવા મળ્યો હતો.
આ લગ્ન સમારોહમાં માત્ર તેના નજીકના મિત્રો અને પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા. આ દરમિયાન કરીના કપૂર, કરિશ્મા કપૂર, પૂજા ભટ્ટ, આકાશ અંબાણી સહિત અનેક બોલિવૂડ સેલેબ્સ હાજર રહ્યા હતા. આ સાથે લગ્ન દરમિયાન ઋષિ કપૂરને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
https://www.instagram.com/reel/CcVeHlBK2bB/?igshid=YmMyMTA2M2Y=
રણબીર કપૂરે પણ આલિયાની સાડી ને મેચિંગ આઈવરી કલરની શેરવાની પહેરી હતી. આલિયા ભટ્ટે સો.મીડિયામાં લગ્નની તસવીરો શૅર કરી હતી. લગ્નની તસવીરો શૅર કરીને આલિયાએ કહ્યું હતું, ‘આજે અમે અમારા મિત્રો તથા પરિવારની અમારા ઘરમાં, છેલ્લાં પાંચ વર્ષ અમારી મનપસંદ જગ્યા બાલ્કનીમાં વિતાવ્યા છે, ત્યાં લગ્ન કર્યાં. અમે ઘણું બધું પાછળ મૂકી દીધું છે અને અમે નવી યાદો બનાવવા માટે ઉત્સુક છીએ. પ્રેમ, હાસ્ય, મૌન, મૂવી નાઇટ્સ, મીઠા ઝઘડા, વાઇન અને ચાઇનીઝ… અમારા જીવનની ખાસ ક્ષણોમાં તમારા પ્રેમ માટે આભાર. તમારા પ્રેમે આ ક્ષણને વધુ ખાસ બનાવી દીધી છે.’
https://www.instagram.com/reel/CcVa2nVqib_/?igshid=YmMyMTA2M2Y=
લગ્નમાં રણબીર આલિયાએ એકબીજા પર ખુબ પ્રેમ વરસાવ્યો હતો.તસવીરોમાં તમે જોઈ શકો છો કે આ દરમિયાન બંને એકબીજામાં ખોવાયેલા દેખાયા હતા.
લગ્નની પ્રથમ તસવીરો દુલ્હનિયા આલિયા ભટ્ટના ઈન્સ્ટાગ્રામ પરથી શેર કરવામાં આવી છે. આ પછી સોશિયલ મીડિયા પર અંદરની તસવીરો અને વીડિયો આવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. દરમિયાન, ફિલ્મ નિર્માતા કરણ જોહરે રણબીર આલિયાના લગ્નની તસવીરો શેર કરીને એક ભાવુક પોસ્ટ લખી છે. કરણ જોહરે કેપ્શનમાં લખ્યું, “આ એક દિવસ છે જેની અમે રાહ જોઈ રહ્યા હતા… જ્યાં પરિવાર, પ્રેમ અને લાગણીઓ બધું એક સાથે છે. આજે હું ખુશ છું અને મારા દિલમાં માત્ર પ્રેમ છે… માય ડિયર આલિયા ભટ્ટ આ એક સુંદર પગલું છે અને મારો પ્રેમ અને આશીર્વાદ તમારી સાથે દરેક જગ્યાએ રહેશે…રણબીર! હું તને પ્રેમ કરું છું. અને હંમેશાં કરીશ કેમ કે તું હવે મારો જમાઈ થઇ ગયો છે. અભિનંદન અને અનંત ખુશીઓ”
વિકી કૌશલે નવદંપતી આલિયા ભટ્ટ, રણબીર કપૂરને અભિનંદન પાઠવ્યા છે.
રીધ્ધીમા કપૂર સાહની અને સોની રાઝદાન