“સ્વછતા હું સેવા” અભિયાન અંતર્ગત માર્ગ મકાન વિભાગની કામગીરી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
દેશમાં ચાલી રહેલા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનને સુરેન્દ્રનગર જિલ્લામાં સફળ બનાવવાન ભાગરૂપે માર્ગ અને મકાન વિભાગ દ્વારા સક્રિય કામગીરી હાથ ધરવામાં આવી છે. સ્વચ્છતા અને બ્યુટીફિકેશનના આ અભિયાન હેઠળ જાહેર માળખાને સ્વચ્છ અને સુંદર બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તેવામાં ધ્રાંગધ્રા, કોંઢ, અને સરા તરફ જતા માર્ગ પર આવેલા મુખ્ય (મેજર) બ્રિજને રંગરોગણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પ્રકારનું બ્યુટીફિકેશન માત્ર સ્વચ્છતાનો સંદેશ જ નહીં પરંતુ જિલ્લાના માર્ગો પરથી પસાર થતા પ્રવાસીઓ અને સ્થાનિકોને પણ એક સકારાત્મક અનુભવ પૂરો પાડવા તંત્ર દ્વારા કાર્ય હાથ ધર્યું હતું.



