સાધ્વી પ્રજ્ઞાની ધરપકડ બાદ તેમને ખુબ જ ટોર્ચર કરવામાં આવ્યા હતા
યાતના માટે સાધ્વી પ્રજ્ઞાએ ATSના પૂર્વ વડા હેમંત કરકરે અને એડિશનલ CP પરમ બીર સિંહને જવાબદાર ઠેરવ્યા હતા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ મુંબઈ
મહારાષ્ટ્રના બહુચર્ચિત કેસમાં આજે મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે. એનઆઈએ કોર્ટે માલેગાંવ બ્લાસ્ટ કેસમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુર સહિત તમામ સાત આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ નિર્ણય 17 વર્ષ પછી આવ્યો. માલેગાંવ વિસ્ફોટ 29 સપ્ટેમ્બર 2008ના રોજ થયા હતા. આ કેસના કુલ 7 આરોપીઓ ભાજપના પૂર્વ સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર, લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત, નિવૃત્ત મેજર રમેશ ઉપાધ્યાય, સુધાકર ચતુર્વેદી, અજય રાહિરકર, સુધાકર ધર દ્વિવેદી અને સમીર કુલકર્ણી છે. તમામને આરોપીઓને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (ઞઅઙઅ), શસ્ત્ર અધિનિયમ અને અન્ય આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. આરોપ એ હતો કે, બ્લાસ્ટ દરમિયાન ઉપયોગમાં લેવાયેલી મોટરસાઈકલ સાધ્વી પ્રજ્ઞાના નામે રજિસ્ટર્ડ હોવાથી તેમની ધરપકડ થઈ હતી. મહારાષ્ટ્રની આતંકવાદ વિરોધી સ્ક્વોડ (અઝજ)એ દાવો કર્યો હતો કે, મુસ્લિમની વસ્તી ધરાવતા વિસ્તારને નિશાન બનાવી બ્લાસ્ટ કરવાના ષડયંત્રમમાં સાધ્વી પ્રજ્ઞા સામેલ હોવાનો આરોપ હતો.
સાધ્વી પ્રજ્ઞા પણ માલેગાંવ કેસમાં જેલમાં રહી ચૂકી છે. વર્ષ 2019માં એક ચૂંટણી રેલીમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે કહ્યું હતું કે, મને જેલમાં થર્ડ ડિગ્રી ટોર્ચર આપવામાં આવ્યું હતું. દિવસ-રાત કેવી રીતે માર મારવામાં આવતો હતો. એટલું જ નહીં 24 દિવસ સુધી ખોરાક આપવામાં આવ્યો ન હતો. ફક્ત પાણી આપવામાં આવ્યું હતું. બેલ્ટથી માર માર્યા પછી મારું આખું નર્વસ સિસ્ટમ ઢીલું થઈ ગયું હતું. મને ઊંધી લટકાવીને માર મારવામાં આવતો હતો. મારા હાથ ફાટી જતા. તેઓ ગરમ પાણીમાં મીઠું નાખીને અમારા હાથ તેમાં ડુબાડતા. આ પછી તેમને ફરીથી માર મારવામાં આવતા. મને ખબર નહોતી કે કારણ શું છે. તેઓ ઇચ્છતા હતા કે હું કહું કે તમે આ વિસ્ફોટ કર્યો છે અને મુસ્લિમોને મારી નાખ્યા છે.
સાધ્વી પ્રજ્ઞા આજે પણ ત્રાસની વાર્તા યાદ કરીને ધ્રુજી જાય છે. તે આ ત્રાસ માટે ભૂતપૂર્વ અઝજ વડા હેમંત કરકરે અને એટીએસના અધિક પોલીસ કમિશનર (એડિશનલ કમિશનર ઓફ પોલીસ) તરીકે પરમ બીર સિંહને જવાબદાર માને છે. જેમાં હેમંત કરકરે મુંબઈ બ્લાસ્ટ કેસમાં શહીદ થઈ ચુક્યા છે અને પરમ બીર સિંહને વર્ષ 2020માં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.