કેન્યા એવિએશન ઓથોરિટી (KAA)ના કર્મચારીઓ અદાણી જૂથ દ્વારા એરપોર્ટને ટેકઓવર કરવાના વિરોધમાં હડતાળ પર ઉતરી જતાં મુસાફરો અટવાઈ પડ્યા હતા
જયાં સુધી સરકાર એરપોર્ટને 30 વર્ષ માટે અદાણી ગ્રુપને લીઝ પર આપવાની યોજનાને રદ્દ ન કરે ત્યાં સુધી હડતાલ ચાલું રહેશે : કેન્યા એવિએશન વર્કર્સ યુનિયન
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.11
અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ અને કેન્યાની સરકાર વચ્ચે 1.85 બિલિયનનો કરાર થયો હતો. હવે આ કરારમાં કાનૂની સમસ્યાઓ ઉભી થઈ છે. અદાણી કંપનીને આગામી 30 વર્ષ માટે નૈરોબીના જોમો કેન્યાટ્ટા ઈન્ટરનેશનલ એરપોર્ટ (JKIA)નું સંચાલન કરવાની મંજૂરી મળવાની હતી. જોમો કેન્યાટ્ટા ઇન્ટરનેશનલ એરપોર્ટ (JKIA) પર મંગળવારે (10 સપ્ટેમ્બર) રાત્રે કેન્યા એવિએશન ઓથોરિટી ((KAA)ના કર્મચારીઓ ભારતીય સમૂહ અદાણી જૂથ દ્વારા એરપોર્ટને ટેકઓવર કરવાના વિરોધમાં હડતાળ પર ઉતરી જતાં મુસાફરો અટવાઈ પડ્યા હતા. એમને વોક-આઉટ મધ્યરાત્રિએ શરૂ કરતાં દેશના મુખ્ય એરપોર્ટ પર ફ્લાઇટ્સ ઉડાન નહોતી ભરી શકી. ટર્મિનલની બહાર રાહ જોઈ રહેલા મુસાફરોની લાઇનો અને આ વિસ્તારમાં પ્રવેશવાનો પ્રયાસ કરતી કારની લાઇનો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.એક મુસાફરે જણાવ્યું હતું કે, “જેકેઆઇએના કર્મચારીઓના ધીમા કામને કારણે લાંબી કતારો લાગી છે કારણ કે તેઓ અદાણીના અધિગ્રહણ ડીલને લઈને અડધી રાત્રે હડતાળ પર જવાની યોજના બનાવી રહ્યા છે. તેઓ ભારતીય કંપની સામે વિરોધ કરી રહ્યા છે. કેન્યા એવિએશન વર્કર્સ યુનિયને જણાવ્યું હતું કે જ્યાં સુધી કેન્દ્ર સરકાર 1.85 અબજ ડોલરના રોકાણના બદલામાં એરપોર્ટને 30 વર્ષ માટે અદાણી ગ્રુપને લીઝ પર આપવાની યોજનાને રદ ન કરે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે.
ફાઈનાન્સિયલ ટાઈમ્સના અહેવાલ મુજબ કેન્યાની હાઈકોર્ટે વધુ કાનૂની ચર્ચાઓ બાકી હોવાથી આ સોદાને સ્થગિત કરી દીધો છે. આ કરારને કેન્યાના વિવિધ જૂથોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો અને કેન્યા હ્યુમન રાઈટ્સ કમિશન અને કેન્યા લો સોસાયટી દ્વારા આ કરારને સુપ્રીમમાં પડકારવામાં આવ્યો હોવાનો બ્લૂમબર્ગેનો અહેવાલ છે. વાદીઓએ દલીલ કરી હતી કે એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય સંપત્તિ ગણાતા એરપોર્ટને ખાનગી કંપનીને ભાડે આપવાથી સુશાસન, પારદર્શિતા અને જાહેર સંસાધનોના જવાબદાર ઉપયોગ જેવા મુખ્ય બંધારણીય સિદ્ધાંતોનું ઉલ્લંઘન થાય છે. તેમનું માનવું છે કે JKIAને લીઝ પર આપવાનો નિર્ણય દેશના હિતમાં નથી. લો સોસાયટી ઓફ કેન્યાના પ્રમુખ ફેથ ઓધિઆમ્બોએ આ સોદાથી દેશ પર પડનારા નાણાકીય બોજ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. એમને એ બાબત પર પ્રકાશ ફેંક્યો હતો આ સોદાથી નોકરીઓ ખતમ થઈ જશે. વિપક્ષનો એવો પણ દાવો છે કે કેન્યા પાસે લાંબા ગાળાની લીઝ વિના પણ એરપોર્ટના વિસ્તરણ માટે ભંડોળ પૂરું પાડવાની ક્ષમતા છે. બીજી તરફ કેન્યાની સરકાર આ નિર્ણયનો બચાવ કર્યો છે. તેમણે ઉંઊંઈંઅને સુધારવાની તાત્કાલિક જરૂરિયાત તરફ નિર્દેશ કર્યો છે, જે હાલમાં તેની ક્ષમતાની બહાર કાર્યરત છે.કેન્યા એરપોર્ટ ઓથોરિટીના કાર્યકારી મેનેજિંગ ડિરેક્ટર હેનરી ઓગોયે જણાવ્યું હતું કે સોદો જાહેર-ખાનગી ભાગીદારીના નિયમો સાથે સુસંગત છે તેની ખાતરી કરવા માટે તેની કડક સમીક્ષા કરવામાં આવશે. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે જેકેઆઈએને અપગ્રેડ કરવા માટે જરૂરી રોકાણ નોંધપાત્ર છે અને ખાનગી ક્ષેત્રની ભાગીદારી વિના આ નાણાકીય જરૂરિયાતોને પૂરી કરવી સરકાર માટે પડકારરૂપ બનશે.
- Advertisement -
કેન્યા એવિએશન ઓથોરિટીના કર્મચારીઓ હડતાળ પર ઉતરી જતાં મુસાફરો અટવાઈ પડ્યા હતા.