પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓ કરી સમગ્ર દીવને શણગારવામાં આવ્યું
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
- Advertisement -
દીવમાં સતત બીજા વર્ષે બીચ ગેમ્સ ફેસ્ટીવલ ઉજવાશે. બીચ ગેમ્સ ફેસ્ટિવલ પ્રશાસક પ્રફુલ પટેલના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યું છે. બીચ ગેમ્સ ફેસ્ટીવલ તા. 19 થી 24 એમ 6 દિવસ દરમિયાન ઉજવાશે. જેમા તા. 19ના ભવ્ય કાર્યક્રમ યોજી ખુલ્લો મુકાશે. આ ઉદઘાટન કાર્યક્રમમાં દેશના વિખ્યાત ખેલાડીઓ હાજર રહેશે. બીચ ગેમ્સ ફેસ્ટીવલ રાષ્ટ્રીય સ્તરનો હોવાથી 2000 જેટલા ખેલાડીઓ અલગ-અલગ રાજયમાંથી આવ્યા છે..દીવ કલેકટર દ્વારા બીચ સ્થળ ઉપર મુલાકાત કરી ને વ્યવસ્થા અંગે જાણકારી મેળવવામાં આવી હતી. આ બીચ ગેમ્સ ફેસ્ટીવલમા મંત્રી, પ્રશાસક, ગર્વનરો અને વિખ્યાત ખેલાડીઓની ઉપસ્થિતિ રહેશે. આ સતત બીજી વાર થનારો બીચ ગેમ્સ ફેસ્ટિવલને સફળતા મળે તે માટે દીવ કબેક્ટર રાહુલ દેવ બુરાના નેતૃત્વ અને માર્ગદર્શનમાં બીચ ગેમ્સની જાણ દીવ જિલ્લાના પ્રત્યેક નાગરિક સુધી પહોંચે તે માટે પ્રયાસો કરવામાં આવ્યા છે. એડીએમ વિવેકકુમારે દિવ ની દરેક ગ્રામ પંચાયત માં બેઠક યોજી અને બીચ ગેમ્સની માહિતી આપી હતી.