ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મનપાની ફૂડ વિભાગની ટીમ દ્વારા ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા, જે દરમિયાન ડો. યાજ્ઞિક રોડ પર આવેલી શ્રીનાથજી ફાસ્ટ ફૂડ અને કાલાવાડ રોડ પરની ભોલા ફાસ્ટ ફૂડને ત્યાંથી અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો. આ સાથે અનેક ધંધાર્થીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા.
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા સર્વેલન્સ ચેકીંગ દરમિયાન શ્રીનાથજી ફાસ્ટ ફૂડ, ડો. યાજ્ઞિક રોડ, રામકૃષ્ણ આશ્રમ પાસે, રાજેશ્ર્વરી કોમ્પ્લેક્સ ગ્રા.ફલોર દુકાન નં. 9 રાજકોટની તપાસ કરતાં પેઢીમાં સંગ્રહ કરેલા વાસી સડેલા અખાદ્ય જણાતા બાફેલા બટેટાનો 4 કિ.ગ્રા. તથા એક્સપાયરી થયેલ ચોકલેટ સોસનો 1 કિ.ગ્રા. મળીને કુલ 5 કિ.ગ્રા. જથ્થો સ્થળ પર નાશ કરી તેમજ હાઈજેનિક કંડીશન જાળવવા તથા લાઈસન્સ બાબતે અને કાલાવડ રોડ પર આવેલી ભોલા ફાસ્ટ ફૂડ પ્રેમ મંદિર સામે હોકર્સ ઝોનને ત્યાંથી સંગ્રહ કરેલી બેકરી પ્રોડક્ટસ જેવી કે વાસી પાઉં, બ્રેડ, પીઝા બેઈઝનો 5 કિ.ગ્રા. જથ્થો અખાદ્ય મળી આવ્યો હતો જેનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો તેમજ હાઈજેનીક કંડીશન જાળવવા સૂચના આપવામાં આવી હતી. ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે શહેરના નંદનવન રોડ પુનિતનગર વિસ્તારમાં આવેલ ખાદ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 23 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં 7 ધંધાર્થીઓને લાઈસન્સ બાબતે સૂચના આપવામાં આવી તેમજ ખાદ્ય ચીજોના કુલ 15 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે શહેરના નંદનવન રોડ પુનિતનગર વિસ્તારમાં આવેલી જય રખાદાદા ફૂડસ, ક્રિષ્ના કેન્ડી, હસ્તી ચાઈનીઝ પંજાબી, પટેલ પાણીપુરી, સૌરાષ્ટ્ર શાકભાજી, ખોડીયાર વડાપાઉં, ભોલે ખમણને લાઈસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી અને રિયલ સેન્ડવીચ, કેક એન જોય, મિલન ખમણ, પટેલ ફરસાણ, ન્યુ શ્રીજી આઈસ્ક્રીમ, ખોડલ ફેન્સી ઢોસા, શ્રીનાથજી કોઠી આઈસ્ક્રીમ, શ્રીનાથજી દાળ પકવાન, વડાલીયા ફૂડસ, એવરેસ્ટ કોલ્ડ હાઉસ, નંદનવન ડેરી ફાર્મ, મોંજીનીસ કેક શોપ, ઝેપોલી બેકર્સ, રાધેક્રિષ્ના ડેરી ફાર્મ, શ્રીજી નમકીન, બાપા સીતારામ પાઉંભાજીની સ્થળ પર જ ચકાસણી કરવામાં આવી હતી.
‘શ્રીનાથજી ફાસ્ટ ફૂડ’ અને ‘ભોલા ફાસ્ટ ફૂડ’માં જતાં પહેલાં ચેતજો
