રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ દ્વારકા મંદિરે શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કર્યુ: બરડિયા નજીક નેમી જિન તીર્થના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. હર્ષ સંઘવીએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દ્વારકા મંદિરના પૂજારી દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પૂજન-અર્ચન સાથે સાથે પાદુકા પૂજન પણ કરાવવામાં આવ્યું હતું. ગૃહ રાજ્ય મંત્રીનું સ્થાનિક અધિકારી પદાધિકારીઓ દ્વારા હેલિપેડ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું.
ભગવાન દ્વારકાધીશની પાવન ભૂમિ દ્વારકાથી થોડા અંતર પર આવેલા બરડિયા ગામ નજીક નિર્માણ પામેલા દ્વારીકા નેમી જિન તીર્થ (બાવન જિનાલય) જૈન તીર્થના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા, સાંસદ પૂનમ બહેન માડમ, ધારાસભ્ય પબુભા માણેક સહિતના ઊપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
પત્રકારોને સંબોધન કરતા તેમણે ગુજરાત પોલીસની છેલ્લા એક વર્ષની કામગીરીને બિરદાવી હતી. તેમણે પત્રકારોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, વ્યાજનાં વિષચક્રમાં ફસાયેલા ગરીબ લોકોને જે રીતે પોલીસ બહાર લાવે છે તે સરહાનીય છે આ ઉપરાંત કરોડોનાં ડ્રગ્સ પકડીને પાકિસ્તાન જે ડ્રગ્સ સપ્લાય કરતું તેના નેટવર્કનો સફાયો કરી નાખ્યો છે. દ્વારકા હોય કે બેટ-દ્વારકા હવે કોઈ પણ પ્રકારનું જમીન દબાણ નહીં ચલાવી લેવાય. આ સમગ્ર કાર્યક્રમમાં મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પુનમબેન માડમ, ધારાસભ્ય પબુભા માણેક, ભાજપ જિલ્લા પ્રમુખ મયુરભાઈ ગઢવી ઉપરાંત ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા.