મુંબઈ ઈન્ડિયન્સની ટીમ નિર્ધારિત સમયમાં 20 ઓવર ફેંકી નહોતી અને એટલા માટે હાર્દિક પંડ્યા પર 24 લાખ રૂપિયાનો દંડ અને તેની સાથે જ બાકીના પ્લેયરને પણ દંડ ફટકારવામાં આવ્યો છે.
ગઇકાલે IPL 2024માં 48મી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. લખનૌએ આ મેચ 4 વિકેટે જીતી લીધી હતી. આ મેચમાં હાર બાદ મુંબઈ ઈન્ડિયન્સની મુસીબતો વધવા લાગી છે. એક બાજુ ટીમ પર પ્લેઓફમાંથી બહાર થવાનું જોખમ છે તો બીજી બાજુ મેચ હાર્યા બાદ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાને BCCIએ સજા ફટકારી છે. જે બાદ હવે પંડ્યા પર એક મેચ માટે બેન થવાનો પણ ખતરો છે.
- Advertisement -
Hardik Pandya has been fined 24 Lakhs for the slow over-rate against Lucknow.
– If he gets one more slow over rate then he will be banned for one match. pic.twitter.com/eWkxp5aEXe
— Johns. (@CricCrazyJohns) May 1, 2024
- Advertisement -
હાર્દિક બેટ અને બોલ બંનેમાં નિષ્ફળ રહ્યો છે
એ તો જાણીતું જ છે કે IPL 2024 હાર્દિક પંડ્યા માટે અત્યાર સુધી સારું રહ્યું નથી. આ લીગની શરૂઆતથી જ હાર્દિક બેટ અને બોલ બંનેમાં નિષ્ફળ રહ્યો છે અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 10 મેચમાં 7 હાર સાથે પોઈન્ટ ટેબલમાં 9માં નંબર પર છે. એવામાં બીજી વખત હાર્દિક પંડ્યા પર દંડ ફટકારવામાં આવ્યો છે.
હાર્દિક પંડ્યા પર 24 લાખ રૂપિયાનો દંડ
રિપોર્ટ અનુસાર મુંબઈ ઈન્ડિયન્સની ટીમ નિર્ધારિત સમયમાં 20 ઓવર ફેંકી નહોતી અને એટલા માટે હાર્દિક પંડ્યા પર 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. BCCIએ કહ્યું કે, ‘સ્લો ઓવર રેટ સંબંધિત આઈપીએલ આચાર સંહિતા હેઠળ આ ટીમનો બીજો ગુનો હતો, તેથી પંડ્યાને 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.’
🚨 JUST IN 🚨
Mumbai Indians skipper Hardik Pandya has been fined INR 24 lakhs for maintaining a slow over rate against the LSG.#HardikPandya #MumbaiIndians #IPL2024 pic.twitter.com/NbRRmmTiqI
— Sportskeeda (@Sportskeeda) May 1, 2024
એક મેચમાંથી બેન થવાનો પણ ખતરો
આ સાથે જ બાકીની પ્લેઈંગ ઈલેવન અને ટીમના ઈમ્પેક્ટ પ્લેયર્સને સ્લો ઓવર રેટના ગુના માટે 6 લાખ રૂપિયા અથવા મેચ ફીના 25 ટકાનો દંડ જે ઓછું હોય એ ફટકારવામાં આવ્યો છે. આ સાથે જ હાર્દિક પંડ્યા પર હવે એક મેચમાંથી બેન થવાનો ખતરો છે, કારણ કે ટીમ આવું બે વખત કરી ચૂકી છે.
આ પહેલા પંજાબ કિંગ્સ સામે સ્લો ઓવર રેટ જાળવી રાખ્યો હતો
આઈપીએલના નિયમો અનુસાર જો કોઈ ટીમ લીગ તબક્કામાં ત્રણ વખત ધીમી ઓવર રેટ માટે દોષી સાબિત થાય છે, તો કેપ્ટન પર એક મેચનો પ્રતિબંધ મૂકવામાં આવશે. આ સાથે ટીમને દંડ પણ કરવામાં આવશે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપવાળી ટીમ આ સિઝનમાં આવો જ એક ગુનો કરી ચૂકી છે. મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2024માં પંજાબ કિંગ્સ સામે સ્લો ઓવર રેટ જાળવી રાખ્યો હતો, જેના માટે તેમને દંડ ફટકારવામાં આવ્યો હતો.