BCCI સેક્રેટરી જય શાહ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની ફાઈનાન્સ એન્ડ કોર્મશિયલ અફેર્સ કમિટીના પ્રમુખ નિમાયા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પુત્ર અને બીસીસીઆઈ સેક્રેટરી જય શાહને એક આંતરરાષ્ટ્રીય કક્ષાનું બહુમાન મળ્યું છે.
- Advertisement -
જય શાહને આઇસીસીની પાવરફૂલ ફાયનાન્સ એન્ડ કોમર્શિયલ અફેર્સ કમિટિના વડા તરીકે ચૂંટવામાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે જય શાહને જે હોદ્દો મળ્યો છે તે આઈસીસીના ચેરમેનની જેટલો પાવરફૂલ છે. ઉલ્લેખનીય છે તાજેતરમાં ગ્રેગ બાર્કલેની આઈસીસી ચેરમેન તરીકે વરણી થયેલી છે. શાહ આગામી દિવસોમાં આઇસીસીની વાર્ષિક બોર્ડ મીટિંગ માટે મેલબોર્ન પહોંચશે. બીસીસીઆઇના નવા ચૂંટાયેલા પ્રમુખ રોજર બિન્ની અને આઇપીએલના ચેરમેન અરુણ ધુમલ પણ ટી-20 વર્લ્ડ કપની કાર્યવાહી જોવા ઓસ્ટ્રેલિયા પહોંચશે તેમ મનાય છે.
Jay Shah to head Finance and Commercial Affairs Committee of ICC
Read @ANI Story | https://t.co/yHizxxxkII#JayShah #ICC #BCCI #Cricket #T20WorldCup2022 pic.twitter.com/w2iqBWKsFp
- Advertisement -
— ANI Digital (@ani_digital) November 12, 2022
જય શાહને મળેલો હોદ્દો કેટલો પાવરફૂલ
જય શાહ આઇસીસીની પાવરફૂલ ફાયનાન્સ એન્ડ કોમર્શિયલ અફેર્સ કમિટિના વડા તરીકે ચૂંટાયા છે. આ કમિટી સભ્ય રાષ્ટ્રોમાં આવકની વહેંચણી અને વિવિધ મોટા સ્પોન્સરશિપ સોદાઓ કરવા, આઇસીસીના વાર્ષિક બજેટ નક્કી કરવા,
આવકની વહેંચણીના મોડેલ, સ્પોન્સરશિપ અને વિવિધ અધિકારોના સોદાઓ નક્કી કરવાનું કામ કરે છે.
સૌરવ ગાંગુલી ગત વર્ષ કમિટીના સભ્ય બન્યાં હતા
બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલી ગત વર્ષ સુધી એફ એન્ડ સીએ કમિટીના સભ્ય હતા. “ભારત વૈશ્વિક ક્રિકેટનું વાણિજ્યિક કેન્દ્ર છે, જેમાં 70 ટકાથી વધુ સ્પોન્સરશિપ આ વિસ્તારમાંથી આવે છે. આઇસીસીના સૂત્રએ જણાવ્યું હતું કે, “આઇસીસી એફએન્ડસીએનું નેતૃત્વ હંમેશા બીસીસીઆઇ દ્વારા કરવામાં આવે તે જરૂરી છે.