BCCIએ ટીમ ઈન્ડિયાના ખેલાડી રિષભ પંતને લઈને મોટું અપડેટ આપ્યું છે. પંતની ફિટનેસ અંગે અપડેટ આપતાં જણાવ્યું કે IPL 2024માં પંત રમશે કે નહીં?
ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPLની 17મી સિઝન શરૂ થાય તે પહેલા દિલ્હી કેપિટલ્સ (DC) માટે રાહતના સમાચાર છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ટીમના કેપ્ટન રિષભ પંતને આખી સિઝન રમવા માટે ફિટ જાહેર કર્યો છે.
- Advertisement -
🚨 NEWS 🚨
Ahead of the #TATA @IPL 2024, the BCCI has issued the following medical and fitness updates for Rishabh Pant, Prasidh Krishna & Mohd. Shami.
Details 🔽 #TeamIndiahttps://t.co/VQDYeUnnqp
- Advertisement -
— BCCI (@BCCI) March 12, 2024
આ સાથે જ મોહમ્મદ શમી, જે પગની ઘૂંટીની ઈજાને કારણે ODI વર્લ્ડ કપ 2023 થી ક્રિકેટથી દૂર છે અને તે આખી સિઝનમાંથી બહાર થઈ ગયો છે.
બીસીસીઆઈએ મંગળવારે જારી કરેલા નિવેદનમાં કહ્યું કે આ વિકેટકીપર બેટ્સમેન હવે સંપૂર્ણ રીતે ફિટ છે અને તે રમવા માટે તૈયાર છે. પંત આ વખતે તેની આઈપીએલ ટીમ દિલ્હી કેપિટલ્સ માટે આઈપીએલમાંથી ક્રિકેટના મેદાનમાં પરત ફરતો જોવા મળશે.
30 ડિસેમ્બર 2022ના રોજ દિલ્હી દેહરાદૂન હાઈવે પર તેની કારનો ભયંકર અકસ્માત થયો હતો અને પંત લગભગ 15 મહિનાથી ક્રિકેટથી દૂર છે.
આ સાથે જ ટીમ ઈન્ડિયાના અન્ય બે ખેલાડીઓની ફિટનેસ અપડેટ પણ BCCI દ્વારા આપવામાં આવી છે. વરિષ્ઠ ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને પ્રસિદ્ધ ક્રિષ્ના તેમની ઇજાઓ માટે સર્જરી કરાવ્યા બાદ રિહેબ પ્રક્રિયામાં છે. તેઓ હાલમાં બોર્ડની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ રહેશે અને બંને ફાસ્ટ બોલર આ વખતે આઈપીએલનો ભાગ બની શકશે નહીં.