મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સી વાળી ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ટીમે સોમવારે રમાયેલા IPL 2023ના મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ને 8 રનથી મ્હાત આપી છે. આ મેચ વખતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ મેદાન પર એવી હરકત કરી જેના કારણે તેમને દંડ ફટકારવામાં આવ્યો છે.
મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સી વાળી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે સોમવારે રમાયેલ IPL 2023ના મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 8 રનથી મ્હાત આપી છે. આ મેચ વખતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ મેદાન પર એવી હરકત કરી છે જેના કારણે ક્રિકેટ જગતમાં હડકંપ મચી ગયો છે. આ ઘટના બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી પર BCCIએ તરત મોટુ એક્શન લઈ લીધુ છે.
- Advertisement -
https://twitter.com/runmachinevi143/status/1647985634433437696?ref_src
મેદાન પર આવી હરકત કરી ફસાયો વિરાટ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી પર મેચ ફીસના 10% દંડ લગાવવામાં આવ્યો છે. મેચ વખતે વિરાટ કોહલીની એક હરકત તેમના પર ભારે પડી ગઈ. હકીકતે વિરાટ કોહલીએ ચેન્નાઈ સુપર કિંગ્સના બેટ્સમેન શિવમ દુબેના આઉટ થયા બાદ આક્રામક અંદાજમાં સેલિબ્રેશન કરીને અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો.
હકીકતે ચેન્નાઈ સુપર કિંગ્સની ઈનિંગની 17મી ઓવમાં જ્યારે ત્રીજી ત્રીજા બોલ પર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ફાસ્ટ બોલર વેન પોર્નેલે શિવમ દુબેને આઉટ કર્યા તો મેદાન પર ફિલ્ડિંગ કરી રહેલા RCBના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ અગ્રેસીવ રિએક્શન આપ્યું.
- Advertisement -
View this post on Instagram
BCCIએ તરત લીધુ એક્શન
જ્યારે શિવમ દુબેની વિકેટ પડી તો વિરાટ કોહલી આક્રામક અંદાજમાં સેલિબ્રેટ કરતા જોવા મળ્યા. વિરાટ કોહલીએ સેલિબ્રેટ કરવા સમયે કંઈક એવું કહી દીધુ કે તેમના પર બીસીસીઆઈએ તરત એક્શન લઈ લીધુ.
હકીકતે IPL મેચોમાં અપશબ્દોના ઉપયોગને લઈને BCCI હવે કડક થઈ ગઈ છે. શિવમ દુબેની વિકેટ પડી તો બાઉન્ડ્રી પર વિરાટ કોહલી સેલિબ્રેટ કરી રહ્યા હતા અને તેમના મોંઢામાંથી અપશબ્દ નિકળ્યા જેના પર બીસીસીઆઈની નજર પડી અને તેમણે તેના પર એક્શન પણ લીધુ. બીસીસીઆઈએ વિરાટ કોહલી પર એક્શન લેતા મેચ ફીના 10% દંડ ફટકાર્યો છે.