વરૂણ ધવન અને જાનવી કપૂરની ફિલ્મ બવાલનું વરૂણ ધવલને instagram પર ફેન્સ સાથે ટ્રેલર રિલીઝ કર્યું છે.
વરૂણ ધવન અને જાનવી કપૂર પોતાની ફિલ્મ બવાલને લઈને કેટલાક સમયથી ચર્ચામાં છે. થોડા સમય પહેલાં જ આ ફિલ્મનું ટીઝર મેકર્સ દ્વારા રિલીઝ કરવામાં આવ્યા બાદ હવે ફિલ્મનું ટ્રેલર પણ સામે આવ્યું છે. જે ફિલ્મનું ટ્રેલર જોતા ફિલ્મના નામ બવાલ જેવું જ લાગી રહ્યું છે. ફિલ્મ નિર્માતા દ્વારા આજે રવિવારે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે જેને વરૂણ ધવલને instagram પર ફેન્સ સાથે શેર કર્યું છે.
- Advertisement -
અજજુ બાળકોને શીખવે છે ઇતિહાસ
Instagram માં શેર કરાયેલા આ ટ્રેલરમાં દ્રશ્યમાન થતી વિગત અનુસાર ટ્રેલરની શરૂઆત લખનૌના રહેવાસી અજજુ ભૈયાથી થાય છે. જૂઠાણાના સહારે તેઓએ પોતાના વિસ્તારમાં નામ બનાવી રાખ્યું છે અને જો તેમના વ્યવસાયની વાત કરીએ તો તેઓ વ્યવસાયે શિક્ષક છે અને શાળામાં બાળકોને ઇતિહાસ શીખવે છે પરંતુ તેના ઇતિહાસનું જ્ઞાન જોઇને તમે હસી રોકી નહીં શકો!
- Advertisement -
View this post on Instagramબને યુરોપમાં સેટલ થાય છે
ટ્રેલરમાં આગળ જાનવી કપૂરની એન્ટ્રી થાય છે જે નિશાના નામની લડકીનું પાત્ર ભજવે છે. બાદમાં અજજુ ભૈયાને નીશા સાથે પ્રેમ થઈ જાય છે. જોકે આ વચ્ચે સમસ્યા એ છે કે બંનેની પસંદ બિલકુલ અલગ જ છે. અજ્જુને વિરાટ કોહલી પસંદ છે તો નિશાને રાહુલ દ્રવિડ, વધુમાં અજ્જુને ફરારી પસંદ છે તો નિશાને સ્કુટી તથા અજ્જુને ઠંડુ વાતાવરણ પસંદ છે તો નિશાને વરસાદ પસંદ છે. જોકે ત્યારબાદ બંનેના લગ્ન થાય છે અને તેઓ યુરોપ સેટલ થાય છે. ત્યારબાદ બંનેના સંબંધમાં બવાલ શરૂ થાય છે જેને ફિલ્મ મેકર દ્વારા વર્લ્ડ વોરથી જોડવા પ્રયાસ કરાયો છે



