નાયબ પોલીસ મહાનીરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર જુનાગઢ રેન્જ તથા પોલીસ અધિક્ષક
રવિતેજા વાસમશેટી ના સીધા માર્ગદર્શન હેઠળ તેમજ નાયબ પોલીસ અધિક્ષક જે. બી. ગઢવી ની સુચના મુજબ જીલ્લા માં ચાલતી ગેરકાયદેસર પ્રોહી જુગારની બદી નેસ્ત નાબુદ કરવા કડક હાથેકામ લેવાની સુચના કરતા બાંટવા પોલીસ સ્ટેશન ના નવનિયુક્ત મહિલા પીએસઆઇ પી.એસ.ઝાલા એ પોલીસ સ્ટેશન ના કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપતા
બાંટવા પોલીસ સ્ટેશનના નવ નિયુક્ત મહિલા પીએસઆઇ પી.એસ.ઝાલા અને એ.એસ. આઇ.એમ. આર. ડવ અને પો. હે કોન્સ માલદેભાઇ પીઠાભાઇ, પો.કોન્સ.કિરીટભાઈ મંગાભાઇ રાઠોડ. પો.કોન્સ.રાજેશભાઇ બંધીયા, પો.કોન્સ. અશ્ર્વિનભાઇ ડાંગર, પો.કોન્સ.ખીમાભાઇ કોડીયાતર સહિતના માણસોની ટીમ દ્વારા બાંટવા એ બીટ વિસ્તારના વેકરી ગામેથી જાહેરમાં ગંજીપતાના પાના વડે રોન પોલીસ નો જુગાર રમતા જીવાભાઈ દેવાયતભાઇ ગર, રસીકભાઇ છગનભાઇ વધેડીયા, હરેશભાઈ રામભાઇ કંડોરીયા, ભાયાભાઇ રાણાભાઇ કંડોરીયા, નારણભાઇ મુળુભાઇ ભાટુ ને રોકડ રૂ.19,620 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇને તેમની સામે જુગાર ધારા કલમ બાર મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી


