ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
પ્રવાસન ધામ દીવમાં ચોમાસામાં દરિયામાં કરંટરહેતો હોવાથી નાગવા બીચ, ગોઘલા બીચ સહિતના બીચ પર ન્હાવાની, સ્વિમિંગ માટે તા.1લી જુન 3 માસ માટે પ્રશાસન દ્વારા મનાઇ ફરમાવાઇ છે. ચોમાસાની ઋતુના કારણે સમુદ્રમાં કરંટ રહે છે. તથા જોરદાર પવન ફુંકાતો હોય છે જેમાં ડુબી જવાની ઘટના અને જાનહાની થવાની શકયતા હોય છે. આ જાનહાની કે, કોઇ દુર્ઘટના ન થાય તે માટે દીવ પ્રશાસને 1લી મેથી જુન 3 માસ સુધી દરિયામાં સ્પોર્ટસ એકટીવીટી પણ બંધ રહેશે. સ્થાનિકો અને પર્યટકો માત્ર બીચ ઉપર ફરવા જઇ શકશે. 1લી જૂનથી ત્રણ માસ સુધી નાગવા અને ઘોઘલા બીચ ઉપર સ્વીમિંગ અને રારઇડસ બંધ રહેશે.